________________
જ જણાવવું અભિપ્રેત છે કે, વેગના લૌકિક ખ્યાલથી જે કઈ આ હેમાચાર્યકૃત પુસ્તક જોશે, તે તેણે નિરાશ થવાની તત્પરતા રાખવી. હેમાચાર્ય એવા અર્થના ગની વાત અહીં નથી કરતા. તેથી તે તેમણે શાસ્ત્રશુદ્ધ એવી જે પતંજલિની વ્યાખ્યા (ાગ એટલે ચિત્તવૃત્તિને નિરધ) તે ન આપતાં, ગીતાકારની પેઠે, સાધકના જીવનમાં તેનો જે સાદે અર્થ થાય તે જ વિચારીને તેને ઘટતી વ્યાખ્યા જ છે. તે તે કહે છે, “યુગ એટલે જ્ઞાન, શ્રદ્ધા, અને ચારિત્ર એ રત્નત્રય” આવી વ્યાપક વ્યાખ્યા આપીને હેમાચાર્યો તે બૅકને જે અર્થ કર્યો છે તે જૈન પરંપરા અનુસાર કર્યો છે. તે આપણે છેડી દઈએ. પણ એક સાદે વિચાર કરી જેમાં પણ એ વ્યાખ્યાની ગ્યતા તે તરત દેખાઈ આવે છે. જે આપણે, કઈ પણ પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ, શું સમજીને કરવી જોઈએ એ ન જાણીએ, તે એ બરાબર ન જ કરી શકીએ. કાર્યમાં પ્રયાણ કરવાની પહેલી જ શરત એ છે કે, તે વિષેનું જ્ઞાન આપણને હોય. જીવન શું છે, જગત શું છે ઈત્યાદિ જીવનવિષયક પ્રશ્નો ન જાણીએ તે જીવનસિદ્ધિમાં આપણું ગતિ સુકાન વગરના વહાણ જેવી જ થઈ રહે. આવું જ્ઞાન અનેકવિધ સંકલ્પવિકલ્પથી વીંટળાયેલું હોય છે. તેમાં પૂર્વાપર પક્ષાપક્ષી હોય છે. તે બધામાંથી નિશ્ચયાત્મક બુદ્ધિ થાય ને તેની સત્યતા વિષે વિશ્વાસ બેસે, એનું જ બીજું નામ શ્રદ્ધા. એ જ્ઞાન, અને તદનુરૂપ શ્રદ્ધા જમતાં તેનો ચારિત્ર પર પ્રભાવ પડે જ. આ ત્રણમાંથી એકે અંગમાં ઊણપ
વિઘ આવે, તે આ રત્નત્રયી ખંડિત થાય, ચિત્તશક્તિઓને વેગ જામે નહિ. એમ ન બને એ જોવાની હોશિયારી કેળવવી, તેને અખંડિત ચલાવવાનું કૌશલ પ્રાપ્ત કરવું, એ જ યોગ કહેવાય.
હેમાચાર્યો આ એમના ગશાસ્ત્રમાં આવી સરળ ને લોકગમ્ય વ્યાખ્યા કરી છે એ જ એની ખાસિયત નથી, પરંતુ એ ગની સિદ્ધિ અર્થે જે ક્રિયાયોગ બતાવ્યું છે, એ પણ એની મહત્તાનું ને ધ્યાન ખેંચે એવું લક્ષણ છે. ઉપરની જ વસ્તુ જો યોગ હોય, તો તે
Jain Education International
uonal
For Private & Personal Use Only
www.jainelibrary.org