________________
પછીનાએ કર્યો હોય, એ સમજી શકાય તેવું છે. પરંતુ હેમચંદ્રાચાર્યના સમય વિષે આપણે જેમ નિશ્ચિત છીએ, તેમ શુભચંદ્રના સમય વિષે નથી. એક તે, શુભચંદ્ર નામનાં આચાર્યો અનેક થઈ ગયા છે. બે શુભચંદ્રો ૧૧ મી સદીમાં જ થયા છે; અને પાંડવપુરાણ આદિના કર્તા શુભચંદ્ર વિ. સં ૧૬ ૦૦માં પણ થયા છે. પરંતુ “જ્ઞાનાર્ણવ, ના લેખક શુભચંદ્ર વિષે જે પરંપરા ચાલી આવે છે, તે પ્રમાણે તે માલવાના સુપ્રસિદ્ધ રાજા ભોજના સગા ભાઈ હતા. ભેજના વખતનું એક દાનપત્ર વિ. સં. ૧૦૭૮ માં લખાયેલું મળી આવે છે. એટલે ભોજન સમય અગિયારમી સદીને પૂર્વાધ જ ગણાય. અને એ જ સમય શુભચંદ્રને પણ ગણાય. સિદ્ધરાજના દાદા ભીમદેવના સમયમાં (વિ. સં૦ ૧૦૭ થી ૧૧૨૦) શાંતિસૂરિ ભોજના દરબારમાં ગયા હતા, એ વાતનો ઉલ્લેખ આપણે આગળ કરી આવ્યા છીએ. સિદ્ધરાજ માળવા જીતવા ગયો ત્યારે ત્યાં ભેજનું લખેલું વ્યાકરણ તેણે જોયું હતું, અને તે વ્યાકરણ ગુજરાતની પાઠશાળાઓમાં પણ ચાલતું હતું,
એ વાત આપણે જોઈ આવ્યા છીએ. એટલે ગુજરાત અને માળવા વચ્ચે સાહિત્યની લેવડદેવડને સંબંધ અતિ નિકટને હતો જ. આમ, શુભચંદ્ર અને હેમચંદ્ર વચ્ચે બહુ બહુ તે ૭૦ કે ૪૦ વર્ષને ગાળે રહે. તે પછી લગભગ સમકાલીન જેવા પુરગામી લેખકના ગ્રંથમાંથી આટલા મોટા પ્રમાણમાં હેમાચાર્ય ઉતારા કરી લે, અને તેમને જરા વ્યવસ્થિત કરી કે સંક્ષિપ્ત કરી તથા એકાદ બે ફેરફાર સાથે પિતાને નામે ચડાવી દે, એમ બનવું તે અસંભવિત લાગે છે. કારણ કે, તે વખતે હેમાચાર્યના દુમને ચારેબાજુ કમર બાંધી ઊભેલા જ હતા. અને તેમના દરેક ગ્રંથને “પુરોગામી લેખકોમાંથી કરેલી ચેરી” કહીને ઉતારી પાડતા હતા. તેવી સ્થિતિમાં બીજા લેખકના ગ્રંથને મોટો. ભાગ ઉતારી લઈ પિતાને નામે ચડાવી લેવાની હિંમત કઈ પણ
+ જુઓ વિશ્વભૂષણ ભટ્ટારકકૃત ભક્તામરચરિત્ર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org