________________
ભારે હતી. તેમનાં બે કચાશ્રય કાવ્યમાં, એક બાજુ પોતે બનાવેલા વ્યાકરણ માટે ટાંકેલાં ઉદાહરણેની હારમાળા ચાલે છે; અને બીજી બાજુ કુમારપાલ સુધીના સોલંકી રાજાઓને સવિસ્તર ઇતિહાસ અપાય છે. એ ઈતિહાસ પણ તે રાજાઓનાં પરાક્રમે, તેમણે બંધાવેલા વિદ્યારે, તળા અને નગરનાં ચમત્કૃતિપૂર્ણ વર્ણનેથી કાવ્યરૂપ બની ગયું છે. એ ગ્રંથે વ્યાકરણું અને ઈતિહાસ બંનેના અભ્યાસીઓને અતિ અગત્યના છે.
- હવે આપણે તેમના “ગશાસ્ત્ર ગ્રંથ ઉપર આવીએ. એ ગ્રંથ તેમના બીજા શાસ્ત્રગ્રંથની કેટીને નથી. તે ગ્રંથ તેમણે તેમના સમય સુધીના તે વિષયના અન્ય ગ્રંથોના નિરૂપણને વ્યવસ્થિત તેમજ એકસૂત્ર કરવાના ઇરાદાથી કે, તે વિષયના વિદ્યાર્થીઓને ઉપયોગી તેમજ સરળ પાઠ્ય પુસ્તક પૂરું પાડવાના ઉદ્દેશથી નથી લખ્યો. આ ગ્રંથ છે. “ઉપનિષદ રૂપ એટલે સામે (૩૪) બેઠેલા (નિષ) શિષ્યને માટે જ હોઈ, તેની પ્રશસ્તિમાં લખ્યા પ્રમાણે કુમારપાલ રાજા માટે જ લખાય છે. અલબત્ત, તેને ઉપયોગ કુમારપાલની કેટીના બધા ગૃહર કરી શકે, પરંતુ કહેવાને ઈરાદો એ છે કે, તે “ગ” વિષયક શાસ્ત્રીય ગ્રંથ કે શાસ્ત્રગ્રંથ નથી. - આ જગાએ એક વિચિત્ર લાગે તેવી વિગતની નેંધ લેવી ઘટે છે. દિગંબર મુનિ શુભચંદ્રને “જ્ઞાનાવ' ગ્રંથ અને હેમચંદ્રાચાર્યનું
યોગશાસ્ત્ર” એ બે ગ્રંથમાં ઘણે ભાગ એકબીજાને ખૂબ મળતું છે. હેમચંદ્રાચાર્યને “ગશાસ્ત્ર ને પાંચમા પ્રકાશથી માંડીને ૧૧ માં પ્રકાશ સુધીને પ્રાણાયામ અને ધ્યાનના વર્ણનવાળા આખો ભાગ “જ્ઞાનાર્ણવ ” ના ૨૯ થી ૪ર સુધીના સર્ગોની સમાન છે. તે એટલે સુધી કે, એ બે વચ્ચે શબ્દોની કે વિગતેની સરખામણી કરવી પણ અનાવશ્યક છે. એમ જ કહી શકાય કે, છેદને કારણે બ્લેકમાં એક-બે શબ્દો ફેરવવા પડે, તે સિવાય તે આખો વિષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org