________________
२७
આચાર્યશ્રીને હેતુ સાંપ્રદાયિક હેવા કરતાં, જનતાને તે તે વિષયના સંપૂર્ણ તેમજ અર્વાચીન કાળ સુધીની છે તે વિષયને લગતી તમામ માહિતીવાળા ગ્રંથે પૂરા પાડવાને જ હોય, એમ લાગે છે. - હવે આપણે કુમારપાલના કહેવાથી લખેલા ગ્રંથો ઉપર આવીએ. તેઓમાં મુખ્યત્વે વેગશાસ્ત્ર, ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર (પરિશિષ્ટપર્વ સહિત) અને વીતરાગસ્તુતિઓ (બે સુપ્રસિદ્ધ ધાત્રિશિકાઓ સુધ્ધાં)ને સમાવેશ થાય છે. “ગશાસ્ત્ર” વિષેની ચર્ચા આપણે જુદા વિભાગમાં કરીશું. ત્રિશષ્ટિશલાકાપુરુષચત્રિ એ બહુ મોટો ગ્રંથ છે, અને રામાયણ, મહાભારત અને પુરાણના નમૂના ઉપર રચાયેલ છે. તેમાં ૧૦ પર્વે છે, અને પરિશિષ્ટપર્વ તેના પરિશિષ્ટરૂપે છે. આ ગ્રંથમાં ૨૪ તીર્થકરે બાર ચક્રવતઓ, નવ બળદેવ, નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવ, એમ ત્રેસઠ મહાપુરુષો (શલાકાપુરુષ એટલે કે, માપવાના ગજરૂપ શ્રેષ્ઠ પુરૂષ)નાં ચરિત્રો છે. તેમાંથી પણ હેમચંદ્રાચાર્યના જમાનાને લગતી અનેક વિગતે મળી શકે તેમ છે. પરિશિષ્ટપર્વમાં મહાવીર પછીના આચાર્યોની કથા છે.
વીતરાગસ્તોત્ર” લગભગ ૧૮૬ કેનું બનેલું છે. તેમાં ૨૦ સ્તોત્રો છે; અને તેમાંનાં ઘણાંખરાં આઠ આઠ લેકનાં છે. આ સ્તવમાં બે દ્વાત્રિશિકાઓ (એટલે કે ૩૨ શ્લોકોના સમૂહ)ને સમાવેશ થઈ જાય છે. તેમાંથી એકનું નામ “અગવ્યવચ્છેદિકા” છે, અને બીજીનું “અન્યથાગવ્યવચ્છેદિકા” છે. આ બે દ્વાત્રિશિકાઓને દાર્શનિક કાવ્ય જ કહી શકાય. તેમાં જનધર્મ સામેના આક્ષેપને રદિયે, અને જેને દાર્શનિક સિદ્ધાંતોનું મંડન છે. તેમનો વિષય આ કૂટ હેવા છતાં, કાવ્ય તરીકે તેમની પ્રાસાદિકતા ભહુ ભારે છે. તેમાં ભક્તિ, વિચાર અને કાવ્ય એ ત્રણનું અદ્ભુત સંમિશ્રણ સધાયું છે. હેમાચાર્યની શાસ્ત્રરચયિતા તરીકેની શક્તિ આપે તેમની કવિત્વશક્તિ પ્રત્યે ઘણી વાર દુર્લક્ષ કરવામાં આવે છે. પરંતુ તેમના કાવ્યગ્રંથનું નિરીક્ષણ કરવાથી જણાય છે કે, તેમની કવિત્વશક્તિ પણ તેટલી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org