________________
ઈદની જે માહિતી છે, તે અમૂલ્ય છે. તેમાં દાખલારૂપે જે શ્લેકે આપ્યા છે, તેમાં દેખાઈ વતી આચાર્યની કવિત્વશક્તિ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. “કાવ્યાનુશાસન”. ઉપર તેમણે “અલંકારચૂડામણિ નામની વૃત્તિ અને તે બંને ઉપર પાછી “વિવેક' નામની મેટી ટીકા લખી છે. “અલંકારચૂડામણિ” અને “વિવેક” બંનેમાં મળીને તેમચંદ્રાચાર્યે ૫૦ લેખકોને નામ દઈને ઉલ્લેખ કર્યો છે; અને લગભગ ૮૧ ગ્રંથને આધાર લીધો છે. એ ઉપરથી સંસ્કૃત કાવ્ય અને સાહિત્યશાસ્ત્રના અભ્યાસીને તે ગ્રંથની અગત્ય સમજાશે. મમ્મટ વગેરેના કાવ્યશાસ્ત્ર પરના ગ્રંથ અઘરા, તેમજ સંસ્કૃત સાહિત્યના અન્ય વિભાગેની ચર્ચાની દષ્ટિએ અધૂરા છે. ત્યારે, કાવ્યાનુશાસન તે પિતાના વિષયને સંપૂર્ણ ગ્રંથ છે.
' આ પ્રમાણે “લક્ષણ અને સાહિત્ય' ના અભ્યાસક્રમને પિતાને પૂરતો ફાળો આપી, હેમચંદ્રાચાર્યું પ્રમાણુશાસ્ત્ર તરફ પિતાનું લક્ષ દેડાવ્યું. તે વિષયને તેમણે “પ્રમાણુમીમાંસા' નામનો ગ્રંથ લખ્યો છે. તેની ટીકા પણ તેમણે પોતે લખી છે. તેને ગૌતમનાં ન્યાયસૂત્રની રીતે પાંચ અધ્યા છેપરંતુ બીજા અધ્યાયના પહેલા આફ્રિકના અંત સુધીને ભાગ જ અત્યારે ઉપલબ્ધ છે.
“ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર' ગ્રંથની પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે તેમણે પિતાને વ્યાકરણગ્રંથ તે સિદ્ધરાજની વિનંતિથી લખ્યું હત; પરંતુ “બે થાશ્રય ગ્રંથ, કાવ્યાનુશાસન, છંદોનુશાસન, કેશગ્રંથ અને બીજાં શાસ્ત્રો (તેમાં કદાચ “પ્રમાણમીમાંસા ને સમાવેશ થતો હોય). તેમણે “કે” માટે લખ્યાં હતાં.” એ બધા ગ્રંથ રચવામાં તેમને હેતુ, તે તે વિષયના અભ્યાસીવર્ગની સેવા જ હતા. પ્રે.. જેકેબી વગેરે ઘણું હેમચંદ્રાચાર્યની આ પ્રવૃત્તિ, જેને પાસે પણ બ્રાહ્મણની પેઠે બધા વિષયના શાસ્ત્રગ્રંથ છે, એવું અભિમાન પિષવા માટે હતી, એમ માને છે. પરંતુ, તે ગ્રંથની રચના, તેમની સરળતા, તેમની નવી ગોઠવણી અને તેમના ઉપરની વિસ્તૃત ટીકાઓ જોતાં એ ગ્રંથે રચવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org