________________
પૂતિ -૮
૨૦૫ એટલે છાયાદર્શન હંમેશાં કરવું. તેના દર્શન માત્રથી પવિત્ર થવાય છે એ બાબતમાં સહેજ પણ સંશય કરવું નહીં. ગાઢ તડકાવાળા પ્રદેશમાં પિતાની છાયાને ખુલ્લી આંખે વડે જોયા કરવી; અને પછી એકદમ આકાશમાં નજર કરવી. ત્યાં તલ્લણ પિતાને પડછાયે દેખાશે. જે આ પ્રમાણે આકાશમાં પિતાની છાયા રાજ જુએ છે, તેના આયુષ્યની વૃદ્ધિ થાય છે, અને તેનું મૃત્યુ કદી થતું નથી. જયારે પિતાનું પ્રતીક આકાશમાં પૂરેપૂરું (અવયવોના ભેદ સહિતી જોઈ શકાય, ત્યારે જાણવું કે વિજય મળે. પછી વાયુને જીતીને તે સાધક સર્વત્ર સંચરે છે. જે માણસ આને અભ્યાસ સદા કરે છે, તે પરમાત્માનેપૂર્ણાનંદરૂપી એકમાત્ર પુરુષને–પ્રાપ્ત કરે છે. પ્રવાસે નીકવાનું હોય, કે વિવાહાદિ શુભકર્મને પ્રસંગ હોય, કે સંકટ આવી પડયું હોય, ત્યારે પાપના ક્ષયને અર્થે અને પુણ્યની વૃદ્ધિ અર્થે આ પ્રતીકપાસના જરૂર આચરવી. આને નિરંતર અભ્યાસ કરવાથી જ્યારે તેને પિતાની અંદર જ જોઈ શકાય, ત્યારે નિશ્ચલ મનવાળે યોગી મુક્તિ પ્રાપ્ત કરે છે, એમ જાણવું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org