________________
२०४
યેગશાસ્ત્ર રંજક તેમજ બેધક છે. દેના હોમની પાછળ, સર્વ જંતુઓને આવશ્યક વૃષ્ટિ માટે કાંઈ કરી છૂટવાની જે ભાવને તેમાં (૩-૭૬) જણાવી છે, તે સમાજધમની ઊંડી સમજ વ્યક્ત કરે છે. કૂતરાં, પતિત, ચાંડાલ, પાપી, રોગ, કાગડા, કૃમિ વગેરે માટે રોજ ગૃહસ્થ અન્નમાંથી હું પણ કાઢવાનું જે વિધાન છે (૩–૯૨), તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. આ બધું કરી લીધા પછી, ગૃહસ્થે પ્રથમ અતિથિને જમાડવો, અને બ્રહ્મચારી ભિક્ષુને વિધિવત ભિક્ષા આપવી. સમજણ વિના ગમે તેવા બ્રાહ્મણને આપેલું દાનાદિ રાખમાં નાખેલાની પડે નકામું જાય છે. પરંતુ વિદ્યા અને તપથી સમૃદ્ધ એવા વિપ્રને આપેલું દાન સંકટ અને પાપમાંથી તારે છે. ઘેર આવેલા અતિથિને યથાશક્તિ સત્કારપૂર્વક અન્નપાનાદિ આપવું. અન્નાદિ આપવાની શકિત ન હોય, તો પણ પુરુષેના ઘરમાં તૃણ, ભૂમિ, પાણી અને પ્રિય વાણી, એટલાની તો કદી કેઈને ના પાડવામાં આવતી નથી. પિતાને જે ખાવાનું હોય, તે જ અતિથિને ખવરાવવું; પિતાને માટે સારું સારું રાખીને ન ખવરાવવું. સૌભાગ્યવતી નવોઢા સ્ત્રીઓને, કુંવારી કન્યાઓને, ગર્ભિણીઓને અને અતિથિઓને તે વગર વિચાર્યે પિતાની પહેલાં જ જમાડી લેવાં. તે બધાંને ખવરાવ્યા વિના જે પહેલું પિતે ખાય છે, તેની દુર્ગતિ થાય છે. અતિથિઓ, સગાંવહાલાં, અને કરચાકર જમી રહે, ત્યારબાદ દંપતી જમે. દેવો, ઋષિઓ, મનુષ્યો, પિતૃઓ વગેરેને પૂજતાં બાકી વધેલું ગૃહસ્થ જમવું. જે ગૃહસ્થ પિતાને માટે જ રાંધે છે, તે પાપ જ ખાય છે; પરંતુ આ બધા ય પરવારીને વધેલું ખાનારે જ પુરુષ છે.”
પાન ૨૬ર : કતીરા : આચાર્યશ્રીએ છાયાપુરુષના દર્શન જે વિધિ જણાવ્યા છે, તે અન્ય ગ્રંથમાં સુપ્રસિદ્ધ છે. શિવસંહિતામાં (૫,૧૫-ર૧) તો તેને એક પ્રકારની ઉપાસના ઠરાવી છે. તે અહીં સરખાવવા જેવી છે. દષ્ટ અને અદષ્ટ ફલ આપનારી “પ્રતીકપાસના ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org