________________
२४
દા લેખકાએ લખેલાં છે. પરંતુ, આ સિદ્ધહેમ' વ્યાકરણની ખામતમાં । તે પાંચે આંગા હેમચંદ્રે જ લખ્યાં છે. તેથી તે વ્યાકરણ સંપૂર્ણ મજ એકધારુ બન્યું છે. તેની ખીજી વિશેષતા એ છે કે, તે માત્ર સ્કૃત ભાષાનું જ વ્યાકરણ નથી. તેનાં કુલ ૪૬૮૫ સૂત્રોમાંથી ૧૧૧૯ ત્રો પ્રાકૃત ભાષાઓ માટે છે. તે સૂત્રો ઉપર તેમણે એક નાની અને ક માટી એમ બે ટીકાઓ પણુ લખી છે. સિદ્ધરાજે ‘સંપૂણુ`' તેમજ સહેલું ’ વ્યાકરણ રચવા માટે કરેલી માગણી આ વ્યાકરણથી હેમદ્રાચાયે અક્ષરશઃ પૂરી પાડી છે.
'
વ્યાકરણુ તેમજ તેનાં અંગે। પૂરાં કર્યાં બાદ હેમચદ્રાચાયે ંસ્કૃત તેમજ દેશી શબ્દોના કાશ તૈયાર કરવાનું કામ હાથમાં લીધું. થમ તેમણે નામમાલા રચી અને તેનું નામ ‘અભિધાનચિંતામણિ મ્યું. તેની ટીકા પણુ તેમણે પોતે લખી, · અભિધાન—ચિંતામણિ પરિશિષ્ટ’ નામથી જાણીતાં પરિશિષ્ટો પણ તેમણે તેના દરેક કાંડને ।તે મૂકયાં છે. એ આખા સંસ્કૃત કાશને પૂરા કરવા તેમણે ‘ અનેકા - સંગ્રહ' નામની પૂતિ લખી છે. તેની ટીકા તેમના શિષ્ય મહેન્દ્રસૂરિએ લખી છે. હેમચંદ્રાચાયની કીતિ સંસ્કૃત કાશકાર તરીકે જામી હતી, તેમજ તેમના ગ્રંથ પ્રમાણુસૂત મનાવા લાગ્યા હતા. તે વસ્તુ, તેમના ગ્રંથમાંથી પછીની ટીકાઓએ લીધેલાં અવતરણા ઉપરથી, તેમજ હેમચંદ્રÆ હસ્ત્રબ્યામરોગ્ય સનાતનઃ” એ શ્લાક ઉપરથી જોઈ શકાય છે.
"
જેમ તેમણે પ્રાકૃત ભાષાઓને લગતા અધ્યાય રચીને સંસ્કૃત વ્યાકરણને સપૂણું અનાવ્યું, તેમ પેાતાના સંસ્કૃત કાશને સંપૂર્ણ અનાવવા તેમણે દેશી શબ્દોની દેશીનામમાલા' રચી. દેશી શાની વ્યુત્પત્તિ વિચિત્ર હોવાથી તેમને ભેગા કરી વ્યવસ્થિત કરવા એ બહુ કપરું કામ હતું. અને તે તેમણે સફળતાથી પાર પાડયુ છે. પ્રાંતીય ભાષાના અભ્યાસીને તે ગ્રંથના સૂક્ષ્મ અભ્યાસ વિના ચાલે તેમ નથી. એ ગ્રંથ રચવામાં તેમણે લગભગ ૧૨. લેખકે અને એ કેશોના ઉપયાગ કર્યો જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org