________________
૨૩
સાથે ત્યાં ગયા હતા. આ દાખલા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, રાજાએ પિતાને શૈવધર્મ છોડ્યો નહતે; તેમજ હેમાચાર્યું પણ તેમ કરવાની તેને ફરજ પાડી નહોતી. ઊલટું, પિતાના મૂળ સંપ્રદાયમાં જ રહેવાની બાબતમાં હેમાચાર્ય આ રીતે તેને ઉત્તેજન પણ આપતા હતા.
તે સિદ્ધરાજ સાથેના હમાચાર્યના પ્રસંગોની પેઠે કુમારપાલ સાથેના પણ કેટલાય પ્રસંગો સાહિત્યમાં નોંધાયા છે અને તેમાં તે અદ્ભુતતા અને ચમત્કારોનું પ્રમાણ પણ વધતું જાય છે. દિવ્યદૃષ્ટિથી પરિણામ જોઈ લઈ, રાજાને અગાઉથી ચેતવી દેવાના, સંક૯પબળથી રેગ મટાડવાના, એવા એવા ઘણા પ્રસંગો વર્ણવવામાં આવે છે. હેમચંદ્રાચાર્યના સમકાલીન લેખકના પુસ્તકમાં જ હેમાચાર્યના જન્મ પહેલાં તેમની માતાને આવેલ સ્વપ્નની કથા આપેલી છે. તે જોતાં તે વખતથી જ હેમાચાર્યને તીર્થકર જેવા અદ્ભુત પુરુષ માનવાની શરૂઆત થઈ ગઈ હતી, એમ
ખું દેખાય છે. તેમનું સમગ્ર જીવન અને પ્રવૃતિ તપાસતાં તેમની અદ્દભુતતા વિષે આપણને છેક જ અશ્રદ્ધા નથી થતી. પરંતુ, તે પ્રસંગોને વિશેષ મહત્ત્વ આપવાની પણ જરૂર નથી. તેમણે જે ગ્રંથે પોતાની પાછળ મૂક્યા છે તે ઉપરથી જ તેમની તેજસ્વિતાની અને વિદ્વત્તાની આપણને પૂરેપૂરી પ્રતીતિ થઈ જાય છે. આપણે તે મુદ્દા ઉપર જ હવે આવીએ.
. હેમચંદ્રાચાર્યની લેખનપ્રવૃતિ એટલી વિશાળ તેમજ વિવિધ છે, કે તેમને “કલિકાલસર્વજ્ઞ કહેવામાં આવે છે. અને તે યથાયોગ્ય જ છે. તેમને પહેલે તથા મુખ્ય ગ્રંથ “શબ્દાનુશાસન છે. તે ગ્રંથ જ તેમણે સૌથી પ્રથમ લખ્યું હશે, એમ તે નહીં હોય. પરંતુ તે ગ્રંથ લખતા પહેલાંની તેમની લેખનપ્રવૃત્તિની અત્યારે આપણને માહિતી નથી. વ્યાકરણુ શાસ્ત્રનાં સામાન્ય રીતે પાંચ અંગ ગણાય છે: (૧) સૂત્ર; (૨) ગણપાઠ; (૩) ધાતુપાઠ; (૪) ઉણુદિ; અને (૫) લિંગાનુશાસન. બીજા વ્યાકરણગ્રંથની બાબતમાં એમ બન્યું છે કે, આ પાંચ અંગે જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org