________________
२२
જાવેલ દેવ દેવીની ઉપાસના કરવાનું બંધ કર્યુ હતું, તેા તેને ઐતિહાસિક પુરાવાઓને ટે?! નથી. એટલું જ. નહીં પણ સીધા વિરોધ છે. હેમચંદ્રાચાય ના સંસ્કૃત કૂચાશ્રયકાવ્યમાં જ ચોખ્ખું જણાવ્યું છે કે, તેનામાં શિવ પ્રત્યે પૂણુ` ભકિત હતી; તેમજ .વિ॰ સં૦ ૧૨૨૯ (ઈ. સ. ૧૧૭૩ )ના ભાવબૃહસ્પતિના લેખમાં (એટલે કે કુમારપાલના રાજ્યકાળના છેલ્લા વર્ષમાં ) તેને ‘ માહેશ્વરનૃપાત્રણી ' એટલે કેમાહેશ્વર રાજાઓમાં શ્રેષ્ટ કહ્યો છે. આ મીનાએ ઉપરથી જણાય છે કે, તેણે પોતાના જીવનની રીતિ • નીતિ ખદલી નાખી હતી, તેમજ યજ્ઞ – અલિદાન અર્થે પણુ પશુવધ કરવાનું છેાડી દીધું હતું, પરંતુ તેથી તે પેાતાના વડીલાના ઇષ્ટદેવ શિવના ભક્ત મટી ગયા નહાતા.
-
.
આ વસ્તુ ખીજા એક પ્રસંગ ઉપરથી પણુ, સ્પષ્ટ થાય છે. કુમારપાલને જ્યારે વિક્રમની પેઠે જગતમાં કાંઈક અપૂર્વ કરીને અમર થવાની ઈચ્છા થઈ, ત્યારે હેમાચાયે તેને બે રસ્તા સૂચવ્યાઃ કાં તે આખી પૃથ્વીને રાજભંડારમાંથી ધન આપીને કરજમુક્ત કરી, પેાતાના સંવત સ્થાપવા; અથવા સેામનાથના મદિરનો જીર્ણોદ્ધાર કરવા. પહેલા રસ્તા અજમાવવા માટે તે પોતાની પાસે પુષ્કળ ધન જોઈ એ. હેમાચાયના ગુરુને સેાનું બનાવતાં આવડતું હતું. હેમાચાયે રાજાના નામની સાથે જૈનધમ નુ નામ પણ અમર થાય એવી કામનામાં તણાઈ, પેાતાના ગુરુને અહિલપુર આવી રાજાને જોઈતું સેનું બનાવી આપવાનું કહ્યું. તેમના ગુરુ તા હેમાચાર્યની આ માગણી સાંભળી દિગ્મૂઢ થઈ ગયા; અને રાજા વગેરેની સેાબતમાં તેમજ તેમની મદદથી જૈનધમ ની ઉન્નતિ સાધવાની લાલસામાં તે કયાં આવીને ઊભા રહ્યા છે, તે તેમને જણાવ્યું. આ વસ્તુ હેમચંદ્રાચાઈના જીવનમાં પરિવર્તનકારી થઈ પડી. તેમને પેાતાનું જીવન અને વનકાય` નવેસરથી તપાસી જોવાની જરૂર પડી. એ વાત જુદી છે.પરંતુ તે પછી તેમણે રાજાને અમર થવા માટે સામનાથના મંદિરના જર્ણોદ્ધાર કરવાના રસ્તો કબૂલ રાખવા સમજાવ્યા. જર્ણોદ્ધારનું કામ પૂરું થતાં રાજા જ્યારે સામનાથની વિધિવત પૂજા કરવા ગયા, ત્યારે હેમચંદ્ર પણ રાજાની
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org