________________
२१ માં જિનમંડને જણાવી છે. દરબારમાં તેણે રાજા પાસે સિંહાસન ઉપર બેઠેલા હેમચંદ્રને જોયા. તે વખતે તેને લાગ્યું કે, જે મુનિને રાજ પિતે આટલું માન આપે છે, તેમાં વધુ દર્શને આપણે કરવાં જોઈએ. તેથી તે હેમાચાર્યના વ્યાખ્યાનગૃહમાં તેમને મળવા ગયે; અને મળ્યા બાદ સારામાં સારો સદાચાર કર્યો, એમ તેમને પૂછ્યું. હેમચંદ્રાચાર્યે જણાવ્યું કે, “બીજાની પત્નીને સગી બહેન જેવી ગણવી, એ સૌથી ઉત્તમ સદાચાર છે. આ વાત જે એતિહાસિક હોય, તે તે વઇ સં૦ ૧૧૬૯ (ઈ. સ. ૧૧૧૩) માં બની હેય. આ પછી કુમારપાલની બીજી મુલાકાત ખંભાતમાં થઈ હતી. તેને ઉલ્લેખ આપણે આગળ કર્યો છે.
પરંતુ, કુમારપાલને હેમચંદ્રાચાર્ય સાથે નિકટને સંબંધ છે. વિ. સં. ૧૨૦૭ (ઈ. સ. ૧૧૫૧) પછી એટલે કે, પિતાના વિગ્રહમાંથી પરવાર્યા બાદ જ થયે, એ વસ્તુ આપણે આગળ જણાવી ગયા છીએ. એ નિકટના સહવાસને પરિણામે જ કુમારપાલે પિતાના રાજ્યમાં હિંસા, જુગાર, મદ્ય વગેરેના નિષેધના નિયમ પ્રવર્તાવ્યા. સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્ર જેમ સિદ્ધહેમ' વ્યાકરણ લખ્યું હતું, તેમ કુમારપાલના પિતાના ઉપયોગ માટે તેમણે ગશાસ્ત્ર, વીતરાગસ્તુતિ, અને ત્રિશષ્ટિ-શલાકાપુરુષ-ચરિત્ર રચ્યાં હતાં.
પરંતુ, આ જગાએ એક પ્રશ્ન ઊડી શકે તેમ છે કે, કુમારપાલે સાચે જ જનધર્મ સ્વીકાર્યો હતો કે કેમ? તે જૈનધર્મના એક પ્રખર આચાએની અસર તળે આવ્યો હતો તેમજ તેમણે સૂચવેલા કેટલાક નીતિનિયમ પાળ – પળાવતો હતે એ બાબતમાં તે શંકા નથી. હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં કુમારપાલ માટે “પરમહંત' વિશેષણ પણ વાપરે છે. કુમારપાલ હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ માનતો હતો, તેમજ જૈન મંદિર બંધાવી તેમાં પૂજન કરવા જતે હતો, એ વાત પણ નિઃશંક છે. પરંતુ એ ઉપરથી એમ અભિપ્રેત થતું હોય, કે તેણે પિતાને વડીલક્રાગત શૈવ ધર્મ છેડી દીધું હતું, અને પુરાણોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org