________________
પૂતિ
૧૯ સમાજજીવનના નિર્વાહ માટે જ અતિ આવશ્યક છે. જેમકે, પાન ૪૭ ઉપર “ફેટજીવિકા અને નિષેધ કર્યો છે. તેમાં ખેતીને સમાવેશ થઈ જાય છે.* ઉપરાંત વાસણ ઘડવાં, લાકડાં, પાન, ફળ ઈત્યાદિ વેચવાં, વાહને બનાવવાં અથવા ફેરવવાં ઇત્યાદિ કર્મો જાતે કરવાં ભલે અભિપ્રેત ન હોય, પરંતુ તેમના વડે તેમજ તેમનાથી નીપજેલી વસ્તુઓ વડે જ સમાજજીવનને નિર્વાહ થાય છે, એમાં શંકા નથી.
મનુસ્મૃતિ વગેરે ગ્રંથમાં તે વર્ણવ્યવસ્થા અભિપ્રેત હેવાથી દરેક વર્ણનાં કર્મો જુદાં જુદાં ગણાવ્યાં છે; તથા તે અનુસાર અમુક અમુક વર્ણને અમુક અમુક કર્મો નિષિદ્ધ કરાવ્યાં છે. તે તે વર્ણને માણસ પિતાતા વર્ણને અનુરૂપ તે તે કર્મો કરે, તે તેને પાપ નથી લાગતું.
મનુસ્મૃતિમાં (૧૦-૭૫) જણાવ્યું છે કે, “શરીરને નિર્વાહ થાય તેટલા પૂરતો જ ધનસંચય પિતાપિતાના વર્ણને અનુરૂપ, અનિંદિત અને શરીરને કલેશ ન થાય તેવા કર્મોથી કરે.” તથા પછીથી (૧૦૧૭૬ ઈ.માં) દરેક વર્ણનાં જુદાં જુદાં કર્મો આ પ્રમાણે જણાવ્યાં છે. જેમ કે: “અધ્યાપન, અધ્યયન, યજન, યાજન, દાન અને પ્રતિગ્રહ
– એ છ કમ બ્રાહ્મણનાં છે. તેમાંથી યાજન, અધ્યાપન અને વિશિષ્ટ પુરુષ પાસેથી દાનનો સ્વીકાર – એ ત્રણ કર્મ તેની આજીવિકાને અર્થે છે.” આજીવિકા માટે તે ત્રણને સ્વીકાર ક્ષત્રિયાદિ વર્ણ ન જ કરી શકે, એમ પણ તે તરત (૧૦-૭૭માં) જણાવે છે. “ક્ષત્રિયનું કામ અને આજીવિકા પ્રજાના રક્ષણ અર્થે શસ્ત્રાસ્ત્ર ધારણ કરવા તે છે; અને વૈશ્યનું કામ આજીવિકા માટે વાણિજ્ય, પશુપાલન, અને ખેતી
* આચાર્યશ્રીએ તેની વ્યાખ્યા કરતી વખતે (૩-૧૦૫)માં ખેતીનું સીધું નામ નથી લીધું, પરંતુ તેમાં ખેતી જ મુખ્યત્વે અભિપ્રેત છે, એ વસ્તુ પરપરાથી તેમજ “ઉપાસકદશા” સૂત્રથી સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org