________________
- ૧૯૫
પૂતિ – ૪ –એ આઠ પ્રકારનાં અભક્ષ્ય જણાવ્યાં છે. તેમાં “જાતિદુષ્ટતે લસણ, ગાજર, ડુંગળી વગેરે છે. “ક્રિયાદુષ્ટ” એટલે બીજાનું ખાધેલું, જીવડાં ચડેલું, કૂતરાં વગેરેએ ચાટેલું, સૂતકવાળું વગેરે. “કાલદુષ્ટ' એટલે ગઈકાલનું, કે લાંબે વખત રહેલું. દહીં વગેરે ગયા દિવસનું ન હોય તે પણ તેમાં વિકૃત રસ-ગંધ ઉત્પન્ન થયાં હોય, તો તે પણ ત્યાજ્ય ગણવું. “આશ્રયદુષ્ટ” એટલે આપનાર હલકા પ્રકાર હોવાથી કે અનુચિત સ્થિતિમાં હોવાથી દુષ્ટ થયેલું. સંસદુષ્ટ” એટલે મદિરા લસણ વગેરેના સ્પર્શથી દુષ્ટ બનેલું. “રસદુષ્ટ” એટલે ઊતરી ગયેલું. સુહ
” એટલે સંશયયુક્ત, જેને ખાતાં હૃદયમાં ચિકિત્સા થાય તે. “સ્વભાવદુષ્ટ' એટલે વિષ્ટામૂત્ર આદિ.
હઠયોગપ્રદીપિકા ૧-૫૮ ઈત્યાદિમાં ગીને વજર્ય ભોજ્યાદિનું વર્ણન છે. તેવું જ ઘેરંડસંહિતા ૫-૧૭ આદિમાં છે. તેમાં મુખ્યત્વે અતિ ખાટા-ખારા-તીખા કડવા કે ઊના પદાર્થો, લીલેરી શાક, કાંજી, તેલ, તલ, મઘ, મત્સ્ય, બકરી વગેરેનું માંસ, દહીં, છાસ, હીંગ, લસણ, ફરી ગરમ કરેલું અન્ન, મસૂર, કુલથી, પાકાં કેળાં, નાળિયેર, ઘી, દૂધ, ગોળ, ખાંડ, દાડમ, દ્રાક્ષ, વગેરે ગણાવ્યાં છે.
બ્રહ્મપુરાણમાં પીપળો, વડ, ઉમરડે વગેરેનાં ફળ અભક્ષ્ય ગણાવ્યાં છે.
Tન રૂરૂ : રાત્રિમ ગર: “દે દિવસના પૂર્વ ભાગમાં ખાય છે; ઋષિઓ દિવસના મધ્ય ભાગમાં ખાય છે; પિતૃઓ દિવસને પાછલે પોરે ખાય છે; સાયંકાળે દૈત્યો અને દાન ખાય છે; સંધ્યાકાલે યક્ષો અને રાક્ષસો ખાય છે; પરંતુ, એ બધી વેળા વટાવીને રાત્રે ખાવું, એ તે અભોજન જ છે.” આ શ્લોક દેવીપુરાણમાં છે. પણ તેમાં રાત્રીને બદલે “નક્ત શબ્દ છે. “નક્તવ્રત' નામનું રાત્રે જ ખાવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org