________________
૧૯૬
ગશાસ્ત્ર વ્રત છે. જે નક્ત દરમ્યાન ખાય છે, તે સદા ઉપવાસી ગણાય છે. હવે તે નક્તવ્રતવાળાએ ક્યારે ખાવું તેની ચર્ચા બ્રાહ્મણ આચારગ્રંથમાં કે વ્રતગ્રંથોમાં વિસ્તારથી મળી આવે છે. વ્યાસ જણાવે છે કે, “સૂર્ય આથમી ગયા પછી ત્રણ મુહૂર્ત જેટલા વખતને “પ્રદોષ” કહે છે, તે વખતે “નત” કરવું (એટલે કે ખાવું) એ શાસ્ત્રને નિર્ણય છે” ભવિષ્યપુરાણમાં જણાવ્યું છે કે, “દિવસ એક મુહૂર્ત બાકી રહે, તેને વિદ્વાને “નક્ત” કહે છે. પરંતુ હું તે નક્ષત્રો દેખાવા લાગે ત્યારે “નક્ત” થાય એમ માનું છું.” દેવલશ્રુતિએ બંને મતોને મેળ કરીને ઠરાવ્યું છે કે “ગૃહસ્થોને “નક્ત નક્ષત્રો દેખાય ત્યારે ગણવું; અને યતિઓને રાત્રિભજનનો નિષેધ હોવાથી તેમનું નક્ત' દિવસના આઠમા ભાગમાં ગણવું. યતિ અને વિધવાએ દિવસની છેલ્લી બે ઘડી રહે ત્યારે “નક્ત ” ગણવું; અને ગૃહસ્થ રાત્રીના ચાર ભાગમાંના પહેલા ભાગના અર્ધ સુધી ગણવું.”
સ્કંદપુરાણમાં તે આ બધાને વિષેધ કરીને જણાવ્યું છે કે, પિતાનાથી બમણું લાંબી છાયા થાય એટલે સૂર્ય નીચે ઢળે, ત્યારે નક્ત” ગણવું. નક્તવ્રત એટલે “રાત્રે ભોજન” એવું ન ગણવું. માટે સાયાહ્ન વખતે જ નક્તવ્રતીએ ભજનકાર્ય કરી લેવું. તો જ તેને નકતવતનું ચેકસ ફળ મળે.”
રાત્રિભોજનનિષેધની બાબતમાં મનુસ્મૃતિનું કાંઈ ખાસ કથન નથી. તે માત્ર એટલું કહે છે કે, “સવારે ને સાંજે એમ બે વાર જ ખાવું. વચ્ચે ન ખાવું. એવું શ્રુતિએ કહ્યું છે.”
અર્ધરાત્રિએ ન ખાવું એ ચેખો નિષેધ મળે છે. પરંતુ દિવસે જ ખાઈ લેવું એવું વિધાન બ્રાહ્મણગ્રંથમાં નથી. સંધ્યાકાળે,
આહાર, મેથુન, નિદ્રા અને પઠન” ન કરવાં એવું વિધાન મળે છે. પરંતુ તેને અર્થ, સંધ્યાકાળ પહેલાં ખાઈ લેવું એ નહીં, પણ સંધ્યાકાળ વીત્યા પછી ખાવું એવો કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org