________________
૧૯૪
યોગશાસ્ત્ર
આ ફકરામાં અવતરણચિહ્નમાં મૂકેલા શ્લોકી હેમચંદ્રાચાયે પણ ટાંકયા છે. જુઓ ૭-૨૧, ૩-૨૨, ૩-૨૬.
(૩)
पान २८ : अभक्ष्य पदार्थों :
"L
મનુસ્મૃતિમાં (અ॰ ૫, શ્લોક ૫ ૪૦) જણાવ્યું છે કે, લસણ, ગાજર, ડુંગળી, કવક *; અપવિત્ર વસ્તુઓમાં પાકેલી વસ્તુઓ; ઝાડના લાલ રંગના ગુદા : વૃક્ષને છેદીને કાઢેલા રસા; શેલુફળ; તરત વિયાયેલી ગાયનું દૂધ; યજ્ઞના પ્રયાજન વિના તલ સાથે રાંધેલા ચેાખા; ઘી-દૂધ-ગાળઘઉંના લોટ મેળવીને બનાવેલી વસ્તુ, ખીર અને અપૂપ; દેવ માટે તૈયાર કરેલું અન્ન, હવિ, વિયાયેલા ઢોરનુ દશ દિવસ સુધીનું દૂધ, ઊંટડીનુ દૂધ, એક ખરીવાળાં ટારનું દૂધ, ઘેટીનું દૂધ, ઋતુમતી તથા નરને સંબંધ ઇચ્છતી પશુમાદાનું દૂધ, મરેલા વાછરડાવાળી ગાયનું દૂધ, ભેંસ સિવાય ખી...... બધાં અરણ્યવાસી પ્રાણીઓનું દૂધ, સ્ત્રીનુ દૂધ, તથા ખાટા થઈ ગયેલા પદાર્થોં.” (માંસભક્ષણની ખાતમાં તેમણે જે વિધિનિષેધ જણાવ્યા છે, તે અહીં ઉતાર્યાં નથી ).
વાનપ્રસ્થને માટે નિષિદ્ધ ભાજન ગણાવતાં ( અધ્યાય ૬,૧૨૨૧માં) જણાવ્યું છે કે, “ ખેડીને પકવેલાં બધાં ધાન્ય, મધ, માંસ, કવક, ‘ભૂસ્તણુ’ શાક, · શિત્રુક' શાક, અને શ્લેષ્માંતક કુલ તજવાં, ”
.
C
મદ્યને નિષેધ પણુ. મનુસ્મૃતિમાં સખત છે. અધ્યાય ૧૧,૯૩માં તે જણાવે છે કે, ‘સુરા એ તે અન્નને મલ છે. મલ એટલે પાપ. માટે બ્રાહ્મણુ-ક્ષત્રિય—વૈશ્ય સુરા ન પીવી. ’
ભવિષ્યપુરાણુમાં,
जातिदुष्टं क्रियादुष्टं कालाश्रयविदूषितम् । संसर्गे रसदुष्टं च सुहृल्लेख्यं स्वभावतः ।।
* ટોપ જેવા ફણગા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org