________________
પૂતિ – ૨
૧૯૩ ધ્યાનાદિ કરે છે, તે બધું સહેલાઈથી સફળ થાય છે. [૪૭] “પ્રાણીની હિંસા કર્યા વિના માંસ ઉત્પન્ન જ થતું નથી; તેમજ પ્રાણીને વધ કરીને સ્વર્ગ પમતું નથી; માટે માંસને ત્યાગ કરવો.” [૪૮] માંસની ઉત્પત્તિ લેહી વગેરેમાંથી થાય છે, તેમજ તેને મેળવવા પ્રાણુંએને વધબંધનાદિ કરવાં પડે છે, એ જોઈને સર્વ પ્રકારના માંસભક્ષણમાંથી નિવૃત્ત થવું. [૪૯] વિધિની આવશ્યક્તા બહાર, જે માણસ પિશાચની પેઠે માંસ નથી ખાતે, તે લોકોમાં પ્રિય થાય છે; અને તેને વ્યાધિઓની પીડા ભોગવવી પડતી નથી. [૫૦] “પ્રાણીને વધ કરનાર, તેને અનુમતિ આપનાર, તેનું માંસ વેચનાર, તેને ખરીદનાર, તેને રાંધનાર, તેને પીરસનાર તથા તેને ખાનાર એ બધા સરખા જ હિંસક છે.” [૫૧] પિતૃઓની અને દેવની પૂજાના નિમિત્ત સિવાય જે બીજાના માંસથી પિતાનું માંસ વધારવા ઈચ્છે છે, તેના જેવો પાપી આ જગતમાં કેઈ નથી. [પર એક બાજુ સે વર્ષ સુધી લાગલગટ વર્ષો વર્ષ અશ્વમેધ યજ્ઞ કરે, અને બીજી બાજુ માંસભક્ષણ ન કરે, તે તે બંનેનું પુણ્ય સરખું થાય. [૫૩] ફળમૂળ ખાઈને જીવવાથી મુનિને જેટલું પુણ્ય નથી થતું, તેટલું માંસભક્ષણને ત્યાગ કરવાથી થાય છે. જેનું માંસ હું અહીં ખાઉં છું, (૯) અને () પરજન્મમાં ખાશે, એટલા માટે માંસને બુદ્ધિમાને માંસ કહે છે. માંસભક્ષણમાં મધ્યમાં કે મૈથુનમાં વસ્તુગત કાંઈ દેષ નથી; કારણ કે એ તે ભૂતપ્રાણીઓની સ્વાભાવિક પ્રવૃત્તિઓ છે; પરંતુ તેમાંથી નિવૃત્ત થવું એ મહાલ આપનારું છે. [૫૬]
મન એને અંગે મનુસ્મૃતિમાં અધ્યાય ૫૨૮ ઇ માં આગળ જણાવ્યું છે કે, “આ સ્થાવર-જંગમ જે કાંઈ છે, તે બધું પ્રાણ એટલે કે જીવના અન્વરૂપ જ છે. જગમ જીવોનું અન્ન સ્થાવર જીવો છે; દાઢવાળા જીવોનું અને દાઢી વિનાનાં પ્રાણીઓ છે; હાથવાળાઓનું અન્ન હાથ વિનાનાં પ્રાણીઓ છે; અને શૂરવીરનું અને બાલાઓ છે. અન્ન તરીકે નિર્માણ થયેલી વસ્તુ રોજરાજ ખાવાથી ખાનાર દેશમાં પડતો નથી; કારણ કે વિધાતાએ જ ખાવાનાં પ્રાણીઓ, અને ખાનારાં પ્રાણીઓ નિર્યા છે.”
છે. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org