________________
૧૯૨
યોગશાસ્ત્ર
માંસ ખાવું; બ્રાહ્મણાની મરજી હોય તે ખાવું;૧ પાતે કાઈ ( શ્રાદ્ધ વગેરે) વિધિ આચરતા હોય અને તેમાં તેમ કરવાની જરૂર હોય તે ખાવું; કે પ્રાણ જવા બેઠા હોય ત્યારે ખાવું.’
આગળ ૫-૩૧ તથા ૩૩માં તે જણાવે છે કે, યજ્ઞવિધિનું અંગ હોવાને કારણે માંસ ખાવું એ દૈવી વિધિ છે; પરંતુ તે સિવાય ખાવું એ રાક્ષસી વિધિ છે. વિધિ જાણનાર દ્વિજે આપત્તિ ન આવી પડી હોય ત્યાં સુધી કાઈ યજ્ઞાદિ વિધિની આવશ્યકતા વિના માંસ ન ખાવું. તેવી આવશ્યકતા વિના જે માંસ ખાય છે, તેને મર્યાં બાદ તે પશુપંખીઓ ખાય છે; અને તે વખતે તે પોતાનું રક્ષણ કરી શકતા નથી. ધનને નિમિત્તે મૃગાદિ મારનાર પારધીને તેટલુ પાપ નથી લાગતું, જેટલું કાંઈ આવશ્યકતા વિના વૃથા માંસ ખાનારને લાગે છે. [૩૪] શ્રાદ્ધાદિ વિધિ આચારતા હોય, તે વેળા તે વિધિના નિયમ પ્રમાણે માંસ ન ખાય, તે। મર્યા બાદ ૨૧ જન્મ સુધી પશુ થાય છે. [૩૫] પરંતુ (સ્વાદને અથે) વૃથા પશુહિંસા કરનારા તો મર્યા બાદ જન્મોજન્મ તે પશુના વાળ જેટલી વાર બીજાને હાથે મરણુ પ્રાપ્ત કરે છે. [૮] ગૃહસ્થાશ્રમ વગેરે કાઈ પણ આશ્રમમાં રહેતા હાય, તાપણુ ગમે તેવી આપત્તિ આવવા છતાં વેદમાં કહ્યા વિનાની હિંસા દ્વિજ કદી ન કરે. [૪૩] વેદમાં કહેલી હિંસા તો અહિંસા જ છે; કારણ કે ધ વેદમાંથી જ નીપજેલા છે. [૪૪] જે માણુસ પોતાના સુખની ઇચ્છાથી અહિંસક પ્રાણીઓને મારે છે, તે જીવતા કે મરીને કયાંય સુખ પામતે નથી. [૪૫] સર્વાંને હિતેચ્છુ એવા જે મનુષ્ય પ્રાણીઓને અંધન વધ કે દુ:ખ આપવાની ઇચ્છા પણુ કરતા નથી, તે અનંત સુખ પ્રાપ્ત કરે છે. [૪૬] જે માણુસ કેાઈ પ્રાણીની હિંસા કરતો નથી, તે જે કાંઈ ધર્મચિંતન કરે છે, કે જે કાંઈ સાધના કરે છે, અથવા જે કાંઈ
.
૧. એટલે કે બ્રાહ્મણા એમ ઇચ્છે કે, તમે માંસ ખાએ,' તે ના ન પાડવી. પરંતુ તે પ્રમાણે એક જ વાર કરવું, એમ · ચમનું વચન ટાંકીને ટીકાકાર જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org