________________
૧૯૧.
પૂતિ -૨ એ ત્રણ વસ્તુઓ ધર્મના પ્રમાણરૂપ છે. “કઈ બાબતમાં શાસ્ત્ર કશું વિધાન ન કર્યું હોય, તેવી બાબતમાં જે શિષ્ટ પુરુષો હેય, તે જે કહે તેને નિઃસંશયપણે ધમ માનવો. [ ૧૨,૧૦૮ ] શિષ્ટ કોને કહેવા તે જણાવતાં તે કહે છે (૧૨-૧૦૯) કે, “બ્રહ્મચર્યાશ્રમના વિધિપૂર્વક જેમણે અંગ, મીમાંસા, ધર્મશાસ્ત્ર, પુરાણ વગેરેની મદદથી વેદની બરાબર સમજણ મેળવી છે, તેવા લેને શિષ્ટ કહેવા. વેદ જાણનારે એક પણ ઉત્તમ પુરુષ જે વ્યવસ્થા કરે, તેને પરમ ધર્મ જાણ; પરંતુ અબજો મૂર્ખઓ ભેગા થઈને ઠરાવે તેને ધર્મ ન માનો. જેઓ વ્રતધારી નથી, જેઓ વેદાધ્યયનયુક્ત નથી, જેઓ માત્ર પિતાની ઉચ્ચ. જાતિ ઉપર જ જીવનનિર્વાહ કરી ખાય છે તેવા સેંકડો ભેગા થાય તો પણ તેઓ ધર્મનિર્ણય કરનારી પરિષદરૂપ ન બને.” [૧૨,૧૧૩-૪]
જેને શુદ્ધ ધમ જાણે છે, તેણે પ્રત્યક્ષ, અનુમાન અને શાસ્ત્ર એ ત્રણ વસ્તુઓને બરાબર જાણવી જોઈએ. વેદ અને બીજા ધર્મગ્રંથને જે વેદશાસ્ત્રથી અવિરોધી એવા તર્ક વડે વિચારે છે, તે જ ધર્મ જાણે છે; બીજા નહિ.” [ ૧૨,૧૦૫-૬ ]
(૨)
. રૂ? : મનુસ્મૃતિમાં માંસમક્ષ : મનુસ્મૃતિમાં પ-રર તથા પ-૨૩, માં ચોખ્ખું વિધાન કર્યું છે કે, “યાને માટે બ્રાહ્મણએ. શાસ્ત્રમાં મંજૂર રાખેલાં જાનવર તેમજ પક્ષીઓ મારવાં. પિતાને જેમનું ભરણપિષણ કરવાનું છે તેવાં વૃદ્ધ માતાપિતાદિના પિષણ અથે પણ મારવાં. અગત્યે પૂર્વે તેમ કર્યું હતું. પુરાતન કાળમાં ઋષિઓએ કરેલા યજ્ઞોમાં જાનવરે અને પક્ષીઓના પુરડાશ કરવામાં આવતા હતા.” આ પ્રમાણે યજ્ઞને માટે હિંસાની અનુજ્ઞા આપીને તે ૨૬ મા શ્લોકમાં દિજાતિ વર્ગના લેકેએ “માંસ ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું તેને વિધિ” વર્ણવવાની પ્રતિજ્ઞા કરે છે. તે જણાવે છે કે, “મંત્રો વડે પ્રોક્ષિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org