________________
૧૯. વિવિધ કચે ત્રીજું મણિપુર ચક્ર નાભિમાં આવેલું છે. તેને દશ પાંખડીઓ છે, અને તેમાં ડ થી ફ સુધીને દશ વણે છે. તેને વર્ણ સુવર્ણ જેવો છે. તેનું ધ્યાન કરનારને પરદેહ-પ્રવેશ, સિદ્ધદર્શન, નિધિદર્શન,
ઔષધિદર્શન, દુઃખ-રોગને નાશ, અને પાતાલસિદ્ધિ વગેરે પ્રાપ્ત થાય છે. [ ૭૯-૮૨] * એથું અનાહત ચક્ર હૃદયમાં છે. તેને બાર પાંખડીઓ છે અને તેમાં ક થી ઠ સુધીના ૧૨ વર્ણ છે. તે બહુ લાલ રંગનું છે. તેમાં વાયુબીજ ચે છે; અને એ બહુ આનંદજનક છે. તેના ધ્યાનથી ત્રિકાલ વિષયક જ્ઞાન, સિદ્ધદર્શન, બેચર, વગેરે પ્રાપ્ત થાય છે. [ ૮૩-૯]
કંઠસ્થાનમાં વિશુદ્ધચક્ર છે. તે સુવર્ણના રંગનું છે. તેને ૧૬ પાંખડી છે અને તેમાં થી : સુધીના ૧૬ સ્વરો છે. તેનું ધ્યાન કરનારને ચારે વેદ પ્રત્યક્ષ થાય છે અને તેનું શરીર વજ જેવું થઈ જાય છે. [૯૦-૫]
ભમરની મધ્યે આજ્ઞાચક્ર છે. તે સફેદ રંગનું છે. તેમાં દૃ અને સ એ બે અક્ષર છે. તેમાં 8 બીજ છે. આને ધ્યાનમાત્રથી ગી સદાશિવ જેવો થઈ જાય છે. [૯૬-૧૦૧]
- આ છ ચક્રોને જ વિવિધ વયુક્ત ચિંતવવાનું ધ્યાનબિંદુ ઉપનિષદ ૪૫-૯, યોગશિખોપનિષદ ૫-૫ ઈ., ગચૂડામણિ ઉપનિષદ ૪-૫ વગેરે ગગ્રંથમાં જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org