________________
-
૧૯. વિવિધ ધ્યેયા
૧૭૯
ચિંતવા યાગી પાપનો ક્ષય થતાં પરમાત્મપણાને જ પામે છે. [ ૮/૬-૧૭ ]
અથવા એ જ . મંત્રરાજને અનાહતનિ યુક્ત સુવણું કમળમાં સ્થિત, ચંદ્રકિરા જેવા નિળ, તથા દિશાઓને તેજથી વ્યાપ વ્યાપતા ગગનમાં સંચાર કરતા ચિ ંતવવા. પછી તે મત્રરાજ પોતાના મુખકમળમાં પ્રવેશ કરે છે; પછી ભ્રમરના મધ્યભાગે ભ્રમણુ કરે છે; આંખાની પાંપણામાં સ્કુરાયમાન થાય છે; કપાલમંડલમાં વિરાજે છે; તાલુરથી બહાર નીકળે છે; અમૃતરસ વરસે છે; જ્યાતિગણેાની વચ્ચે ચંદ્રની સ્પર્ધા કરતા વિચરે છે, અને મેક્ષલક્ષ્મી સાથે પોતાને યાજે છે —એમ -કુલક વડે ચિતવવું. [૮/૧૮-૨૨]
એ મંત્રરાજ પોતે જ પરમ તત્ત્વ છે, એમ જે જાણે છે, તે તત્ત્વવેત્તા છે. મનને સ્થિર કરીને યાગી જ્યારે એ મહાતત્ત્વનું ધ્યાન ધરે છે, ત્યારે તરત જ સકળ આનંદનું સ્થાન એવી મેક્ષલક્ષ્મી સમીપ આવીને ઊભી રહે છે. [ ૮/૨૩-૪ ]
પછી તે મંત્રને રેક, બિંદુ અને કલા વિનાને જ ચિતવવે; તથા પછી તે તેમાં કેાઈ અક્ષર નથી, તેમજ તેને ઉચ્ચારી શકાય તેમ પણુ નથી તેવી રીતે તેનું ચિંતન કરવું. પછી ‘અનાહત’ નામના તે દેવને ચંદ્રની કળા જેવા આકારે તથા સૂર્ય જેવા તેજથી સ્કુરાયમાન થતો ચિંતવવે. પછી તેને વાળના અગ્ર ભાગ જેટલા સૂક્ષ્મ થઈ જતા ચિંતવવા; પછી તેને ક્ષણુ વાર બિલકુલ અવ્યક્ત થઈ જતા ચિતવવા; ત્યારબાદ તેને આખા જગતને જ્યોતિમય કરી મૂકત ચિતવવા. આ પ્રમાણે લક્ષ્ય. વસ્તુમાંથી અલક્ષ્ય વસ્તુમાં મનને સ્થિર કરતા જવાથી, ક્રમેક્રમે અંતરમાં અક્ષય તેમજ અતી દ્રિય એવા જ્યોતિ પ્રગટ થાય છે. જેનું મન જગતના પદાર્થાંમાંથી ખેદ પામેલું છે, તેવા મુનિને જ આ પ્રમાણે પોતાની ઇચ્છિત સાધના કળે છે, અન્યને નહીં. [ ૮/૨૫-૯ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org