________________
યેગશાસ્ત્ર અથવા નાભિનંદથી હેઠળ આઠ પાંખડીનું કમળ કલ્પવું. તેમાં થી માંડીને લઃ સુધીના ૧૬ સ્વરોરૂપી ૧૬ કેસરતંતુ કલ્પવા તથા તેની દરેક પાંખડીમાં અક્ષરના આઠ વર્ગોમાંને એક એક વર્ગ સ્થાપિત કરો. તે પાંખડીઓના આંતરાઓમાં સિદ્ધસ્તુતિ એટલે કે ઢોકાર સ્થાપિત કરે; અને પાંખડીઓના અગ્રભાગમાં ૩ઝેટ્ટી સ્થાપન કરવા. પછી તે કમળની વચમાં અë શબ્દ સ્થાપિત કરે. એ પાવન શહૈ શબ્દ પ્રાણવાયુની સાથે પ્રથમ હસ્વ ઉચ્ચારવાળે થઈ પછી દીર્ઘ ઉચ્ચારવાળો થઈ, પછી તેનાથી પણ વધુ લુત ઉચ્ચારવાળે થઈ, તથા પછી સૂક્ષ્મ થતો થતો અતિ સૂક્ષ્મ થઈ, નાભિકંદ અને હૃદયઘટિકા વગેરે ગ્રંથીઓને ભેદતો મધ્યમાર્ગે થઈને જાય છે, એમ ચિંતવવું. પછી તે નાદના બિંદુથી તપ્ત થયેલી કલામાંથી ઝરતા દૂધ જેવા સફેદ અમૃતમાં આત્માને સિંચાતિ કલ્પવો. પછી અમૃતના સરોવરમાં ઊગેલા સોળ પાંખડીવાળા કમળમાં પોતાના આત્માને સ્થાપિત કરી, તે સોળ પાંખડીઓમાં વિદ્યાદેવીઓને ચિંતવવી. પછી તેજવી સ્ફટિકના કુંભેમાંથી રેડાતા દૂધ જેવા શ્વેત અમૃતમાં આત્માને લાંબા કાળ સુધી સિંચાતિ ચિંતવવો. પછી આ મંત્રરાજના વાચ્ય પરમેષ્ઠી અહંતને મસ્તક વિષે ચિંતવવા. પછી ધ્યાનના આવેશમાં “સ” “સોરું' એમ વારંવાર બોલતાં પરમાત્મા સાથે પિતાના આત્માની એકતા નિઃશંક ચિંતવવી. પછી નીરાગી, અલી, અમોહી, સર્વદશ દે વડે પૂજિત તથા સભામાં ધમને ઉપદેશ આપતા પરમાત્મા સાથે આત્માને અભિન્ન
૧. મ થી સ સુધીને એક વર્ગ : ક, ચ, ટ, ત, ૫, એ પાંચ વર્ગો તથા ૧, ૨, લ, વ, અને શ, ષ, સ, હ, એ બે મળીને આઠ.
૨. મૂળ : “માયાપ્રણવ.”
૩. હિગી, પ્રજ્ઞપ્તિ, વજશખલા, કુલિશાંકુશા, ચકેશ્વરી, નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાશ્વમહાજવાલા, માનવી, વૈરેટયા, અચ્છા, માનસી, અને મહામાનસિકા એ સોળ વિદ્યાદેવીઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org