________________
૧૯. વિવિધ દવે
૧૭૭ અષ્ટદલ હૃદયકમળને બાળવા માંડે છે એમ ચિંતવવું. ત્યારબાદ શરીરથી બહાર ત્રિકોણ આકારનું પ્રજવલિત વહ્નિપુર કલ્પવું. તેની મધ્યમાં સ્વસ્તિક અને વહિબીજ (કાર) છે એમ ચિંતવવું. પછી અંદર મંત્રાગ્નિ અને બહારને વદ્ધિપુરને અગ્નિ, દેહ તથા કર્મદળવાળા હૃદયકમળને અશેષ બાળી નાખી શાંત થઈ જાય છે, એમ ચિંતવવું. આનું નામ “આગ્નેયી ધારણું છે. [૭/૧૩-૮].
(૩) પછી ત્રિભુવનના વિસ્તારને પૂરી કાઢતે, ગિરિઓને ચલાયમાન કરતે અને સમુદ્રોને ખળભળાવતા વાયુ ચિંતવે. તે વાયુ પેલી ભસ્મને જલદી ઉરાડી દે છે એમ ચિંતવવું, અને પછી તે વાયુને પણ શાંત થતે ચિંતવવો. એ “મારુતી ધારણા કહેવાય છે. [૭/૧૯-૨૦]
(૪) પછી અમૃતની ધારાઓ વરસતું તથા વાદળોથી ઘેરાયેલું આકાશ ચિંતવવું. ત્યારબાદ અર્ધચંદ્રની આકૃતિવાળું તણા વરુણબીજ ()ના ચિહ્નવાળું વરુણમંડલ ચિંતવવું. તે મંડળે આકાશને સુધાજલથી છલકાવી મૂકે છે, અને પિલી કાયભસ્મને ધોઈ નાખે છે, એમ ચિંતવવું. [૭/૨૧-૨]
'' ૨. દ્વિસ્થ યેય : પવિત્ર પદને અવલંબીને કરાતું ધ્યાન પદસ્થ ધ્યાન કહેવાય છે. તેના પ્રકારે નીચે પ્રમાણે છે :– ૧૬ પાંખડીવાળા નાભિકમલમાં દરેક પાંખડીએ સ્વરમાંલા ભ્રમણ કરતી ચિંતવવી. પછી, ૨૪ પાંખડીનું તથા બીજ કેશવાળું હૃદયકમળ કલ્પી, તેમાં ક્રમાનુસાર ૨૫ વણું ચિંતવવા. પછી આઠ પાંખડીવાળું મુખકમલ કલ્પી તેમાં બાકીના આઠ વર્ષે ચિંતવવા. આ પ્રમાણે વર્ણનું ચિંતન કરનાર શાસ્ત્રજ્ઞાનમાં પારંગત થાય છે. આ બધા અનાદિસિદ્ધિ વર્ગોને યથાવિધિ ચિંતવનારે ખોવાયેલી કે ભુલાયેલી વસ્તુનું જ્ઞાન તત્ક્ષણ પ્રાપ્ત કરી શકે છે. [ ૮/૧-૫]
૧. પાંચમી “ તત્ત્વમ્ભધારણ માટે જુઓ પાન ૮૯. ૨. ક થી મ સુધીના ર૫. મ બીજકેષમાં આવે. ૩. ૫ થી ૭ સુધીના. –૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org