________________
૧૭૨
ચોગશાસ્ર
ધ્યાન કરવું, તથા પછી તેનું રેચન પિંગલાથી કરવું, એમ
જણાવ્યું છે.
બાજુ પર લઈ
એ પ્રમાણે નાડીશુદ્ધિના અભ્યાસમાં કુશળતા પ્રાપ્ત કરનારા મરજી મુજબ વાયુને ગમે તે જઈ શકે છે. પવન સામાન્ય રીતે રરૂ ઘડી એક નાસિકામાં રહે છે; પછી ખીજી તરફ ચાલ્યા જાય છે. માણુસ સ્વસ્થ અવસ્થામાં હાય, તે એક રાત ને દિવસ થઈ ને ૨૧ હજાર અને ૬૦૦ વખત પ્રાણવાયુ અંદર આવે છે તે જાય છે.૧ જે મૂઢ બુદ્ધિને માણુસ વાયુની સંક્રાંતિ જાણુતા નથી, તે તેના ઉપરથી તત્ત્તનણુય કેવી રીતે કરી શકે ? [ ૫/૨૫૫-૬૩ ] નીચે મેએ રહેલું હૃદયકમળ પૂરક વડે પૂરવાથી ખીલે છે; અને તેને કુંભક વડે જગાડયું હોય તે તે ઊર્ધ્વમુખી થઈ જાય છે. પછી રેચક વડે તેને હલાવીને હૃદયકમળમાંથી વાયુને ઉપર ખે'ચવા. અને • ઊર્ધ્વ શ્રેાતામાગ' ની ગાઢ ભેદીને તેને બ્રહ્મપુરમાં લઇ જવા.૪ પછી બ્રહ્મરંધ્રમાંથી નીકળીને યાગીએ સાવધાનતાપૂર્વક આકડાના તૂલ ઉપર ધીરે ધીરે વેધ કરવા. ત્યાં વારંવાર અભ્યાસ કર્યા પછી માલતીની કળી વગેરે ઉપર સદા પ્રમાદરહિતપણે સ્થિરતાથી વેધ કરવા. એમાં દૃઢ અભ્યાસ થઈ જાય, એટલે પછી ‘વરુણુ ’ વાયુ વડે કપૂર, અગરુ, કુષ્ઠ દિગંધદ્રવ્યોમાં વેધ કરવા. એમાં કુશળતા આવી જાય, એટલે સૂક્ષ્મ પક્ષીશરીરામાં
૧.વરાહા૫નિષદ્ ૫-૩, તથા ઘેર’સિ'હતા ૫-૮૪ માં પણ એ જ પ્રમાણ જણાવ્યું છે. પરંતુ અમૃતનાદપનિષદમાં (૩૩) તેની સખ્યા ૧ લાખ, ૧૩ હજાર, એકસેા, ને ૮૦ જણાવી છે.
૨. મૂળ : ૬ ་સ્ત્રોતસ ’ ।
૩. એ રેચક બહાર કાઢી નાખવાના નથી; પરંતુ કુંભકમાં સ્થિર કરેલા વાયુને જ ઊંચે લેવા માંડવા. તેને અહી રેચક' કહ્યો છે.
*
૪. આને માટે શિવસ`હિતામાં ( ૪-૧૭ ઇ૦) મહાવેધ, શક્તિચાલન ઇત્યાદિ દશમુદ્રાઓના અભ્યાસ વિગતથી વન્યા છે. અન્ય યાગમ થામાં પણ કુંડલિનીને સુષુણામાં થઈને બ્રહ્મરધ્રમાં લઈ જવા માટે પ્રાણાયામાદિ ઉપાયા વિગતવાર વણવેલા હેાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org