________________
૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે
૧૭૧ શિવસંહિતા (૩૨૨ ઈ.) માં જણાવ્યા પ્રમાણે રેચક પૂરક અને કુંભક પ્રાણાયામ એક વખતે ૨૦ વાર એમ દિવસમાં ચાર વખત (પ્રાતઃકાળ, મધ્યાહ્ન, સૂર્યાસ્ત અને અર્ધરાત્રીએ) કરવા. આમ ત્રણ માસ રોજ કરનારને નાડીશુદ્ધિ પ્રાપ્ત થાય છે.
ઘેરંડસંહિતા (૫-૩૯ ઈo) માં જણાવ્યા પ્રમાણે ધૂમ્રવર્ણ અને તેજસ્વી વાયુબીજ યંનું ધ્યાન કરતા કરતા તેને ૧૬ વાર જપ થાય ત્યાં સુધી ડાબી નાડીથી વાયુને અંદર ખેંચવો. પછી ૬૪ જપ થાય ત્યાંસુધી કુંભક કરે, અને ૩૨ જપ થાય ત્યાં સુધી તેને સૂર્યનાડી વડે રેચન કરવું. પછી નાભિમૂલમાંથી અગ્નિતત્વને ઉઠાવી તેમાં પૃથ્વિ તત્તવનું મિલાન કરી તે બંનેને તેજનું ધ્યાન કરતા કરતા, અગ્નિબીજ ને ૧૬ વાર જપ થાય તેટલા વખતમાં વાયુને જમણી બાજુથી ખેંચ, ૬૪ જપ થાય ત્યાં સુધી કુંભક કરો, અને ૩૨ જપ થાય ત્યાં સુધી તેને રેચન કરો. પછી નાસાગ્ર ઉપર ચંદ્રનું ધ્યાન કરતા કરતા તથા ૪ બીજને ૧૬ વાર જપ થાય ત્યાં સુધી ડાબી નાડીથી વાયુને ખેંચો. અને વં બીજને ૬૪ વાર જપ થાય ત્યાંસુધી કુંભક કરે. દરમ્યાન નાસાગ્ર ઉપરના ચંદ્રબિંબમાંથી અમૃત નીકળી આખા શરીરમાં વ્યાપી જઈ તેને પવિત્ર કરે છે એવું ધ્યાન કરતા કરતા, ૩૨ વાર ૪ બીજને જપ કરતા કરતા રેચક કરવો. આ ત્રણ પ્રાણાયામના અભ્યાસથી નાડીશુદ્ધિ થઈ જાય છે.
ત્રિશિખબ્રાહ્મણે પનિષદમાં (૯૫ ઇ) ૧૬૬૪-૩૨ એ માત્રામાં ૮૦ પૂરક-કુંભકરેચક, દિવસમાં ચાર વાર ત્રણ વર્ષ સુધી કરવા એમ જણાવ્યું છે. ગત પનિષદમાં (૪૦) ત્રણ માસ જણાવ્યા છે.
દર્શનેપનિષદ ૫-૭ માં ઈડાથી પ્રાણ ખેંચી, દેહમયે અગ્નિને વાલાવલી યુક્ત બળત ચિંતવ અને ૪ અગ્નિબીજનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org