________________
યોગશાસ્ત્ર ચંદ્રનાડી ચાલતી હોય, તે પુત્રી થાય; સૂર્યનાડી ચાલતી હોય, તે પુરુષ થાય; અને મધ્યભાગે નપુંસક થાય. (૫/ર ૩૦-૨૪૭)
પવન ક્યાં ચાલે છે તે જાણી શકાતું ન હોય, ત્યાં આ પ્રમાણે કરવુંઃ બે અંગૂઠા વડે બે કાન, મધ્ય આંગળીઓ વડે બે નાસિકાઓ, અંત્ય તથા ઉપાંત્ય આંગળીઓ વડે મેં અને પહેલી આંગળીઓ વડે આંખના ખૂણ, એ પ્રમાણે બધું બંધ કરવું. પછી શ્વાસને રોધ કરી, એકાગ્ર થઈને જેવું. જે પીળું બિંદુ દેખાય તે “ભમ” વાયુ જાણો; ધળું બિંદુ દેખાય તે “વરુણ” જાણ; કાળું બિંદુ દેખાય, તે “પવન” જાણ; અને લાલ બિંદુ દેખાય તે “અગ્નિ” જાણો. ડાબી કે જમણી નાડી ચાલતી હોય, અને તે બદલવી હોય, તે તે બાજુનું આખું અંગ (શયન વગેરેથી) દબાવવું; જેથી પવન બીજી તરફ વહેવા લાગશે. ડાબી બાજુએ અગ્રભાગમાં ચંદ્રનું ક્ષેત્ર છે, અને જમણી બાજુએ પાછલા ભાગમાં સૂર્યનું ક્ષેત્ર છે, એમ વિદ્વાને કહે છે. તેમાં વાયુનો સંચાર જાણીને વિરલ પુરુષો લાભ–અલાભ, સુખ-દુઃખ, કવિત-મરણ વગેરે કહી શકે છે. [૫/૨૪૮-૫૪]
જે તીક્ષ્ણ બુદ્ધિવાળે પુરુષ યથાગ્ય નાડીશુદ્ધિ કરવાનું જાણે છે, તેને આ બધું વાયુથી થતું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. નાભિકમળના બીજકેશ ઉપર કલા અને બિંદુ () વાળે તેજસ્વી “હૈ” ચિંતવવો. તેના ઉપર રેફ કલ્પ. પછી તે જવાળાઓવાળા, વિઘુગી, તેજસ્વી
” ને સૂર્યનાડીથી બહાર કાઢ અને આકાશમાં લઈ જવો; પછી અમૃતથી સિંચન કરતા કરતા તેને ધીરે ધીરે નીચે ઉતારી, ચંદ્રમાર્ગે -નાભિપદ્મમાં ફરી દાખલ કરે. તે પ્રમાણે સતત કર્યા કરવાથી ઘણા અભ્યાસને અંતે નાડીશુદ્ધિ પ્રાપ્ત થાય છે.
નાડીશુદ્ધિની રીત જુદા જુદા ગગ્રંથમાં ભિન્ન ભિન્ન જણાવી છે. પરંતુ અહીં આચાર્યશ્રીએ જણાવેલી રીત તે છેક જ જુદી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org