________________
૧૬
યોગશાસ્ત્ર દશમે સ્થાને ક્રૂર ગ્રહે, અથવા ચંદ્ર છઠ્ઠો કે આઠમે હોય, તે મૃત્યુ થાય. પ્રશ્ન વખતે લગ્નનો અધિપતિ ગ્રહ અસ્ત પામ્યો હોય, તે નીરોગી પણ મૃત્યુ પામે. પ્રશ્ન કરતી વખતે લગ્નમાં ચંદ્ર હેય, બારમે શનિ હોય, મંગળ નવમે હોય, આમ સૂર્ય હોય, તથા ગુરુ બળવાન ન હોય, તે મૃત્યુ થાય. રવિ છઠ્ઠો હોય અથવા ત્રીજે હોય તથા શશી દશમે હોય, ત્યારે ત્રીજે દિવસે મૃત્યુ થાય. પ્રશ્ન વખતે ઉદયથી ચોથે કે બારમે સ્થાને પાપગ્રહ હોય, તે ત્રીજે દિવસે મૃત્યુ થાય. ઉદયકાળ* કે પાંચમે સ્થાને પાપગ્રહ હૈય, તે આઠ કે દશ દિવસે મૃત્યુ થાય. પ્રશ્નકાળે
ધનુષ અને મિથુન રાશિથી સાતમે સ્થાને અશુભ ગ્રહો આવ્યા હોય, , તે વ્યાધિ કે મૃત્યુ થાય. [૫/૨૦૧૭]
એક ત્રિકે દેરી તેના ઉપર તે જ કદનો બીજો ત્રિકેણુ બધી બાજુ સમાન રહે તે પ્રમાણે ઊંધે દોર. એટલે વચમાં પણ આકૃતિ થશે અને તેની આજુબાજુ છ નાના ત્રિકોણ પડશે. પછી વચમાં કાર લખી તેની નીચે તે માણસનું નામ લખવું. પછી તેની ડાબા જમણી જે બબ્બે ત્રિકોણનાં બે જોડકા છે, તેમાં ર અક્ષર લખ. પછી આકૃતિની બહાર જે પહોળા ખૂણા પડે છે, તેમાં અ, આ, ઉ, ઊ, ઈ, ઈ– એ છે સ્વરે અનુસ્વાર સાથે લખવા. તથા છે અણીઓ ઉપર છ સ્વસ્તિક દેરવા, અને તેમની સાથે વ અક્ષર લખો. પછી એ આખી આકૃતિની આજુબાજુ રસ દોરો અને દરેક બાજુની વચમાં ચ: અક્ષર લખો. ચેરસની અંદર ભાગ તે અગ્નિપુર સમજવું અને બહારને ભાગ વાયુપુર સમજવું. પછી એ યંત્ર બંને પગ, હૃદય, માથું અને બધા સાંધા ઉપર સ્થાપિત કરવું. પછી સૂર્યોદય વખતે સૂર્ય તરફ પીઠ કરી પિતાની છાયા તરફ જોયા કરવું. જે પૂરી છાયા દેખાય તે એક વર્ષ સુધી મત નથી આવવાનું એમ જાણવું. કાન ન દેખાય તે બાર વર્ષે મત આવે; હાથ, આંગળી, ખમે, કેશ, પડખાં, નાક એટલાં ન દેખાય તે અનુક્રમે દશ, આઠ,
લગ્ન વખતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org