________________
૧૫૮
યોગશાસ્ત્ર બે દિવસ અને ત્રણ દિવસ રહે, તે અનુક્રમે દશ, આઠ અને છ વર્ષે મૃત્યુ થાય. ચાર દિવસ રહે તે ચોથે વર્ષે પાંચ દિવસ રહે તે ત્રણ વર્ષે; અને છ દિવસ રહે તે ૧૫૬ દિવસે મૃત્યુ થાય. સાત દિવસ રહે તે ૧૦૦૮ દિવસે; આઠ દિવસ રહે તે ૯૩૬ દિવસે; નવ દિવસ રહે તે ૮૪ દિવસે; દશ દિવસ રહે તે ૭૨૦ દિવસે; ૧૧ દિવસ રહે તે ૬૯૬ દિવસે; ૧૨ દિવસ રહે તે ૬૪૮ દિવસે; ૧૩ દિવસ રહે તે ૫૭૬ દિવસે; ૧૪ દિવસ રહે તે ૪૮૦ દિવસે; પંદર દિવસ રહે તે ૩૬૦ દિવસે; ૧૬ દિવસ રહે તે ૩૪૮ દિવસે; ૧૭ દિવસ રહે તે ક૨૪ દિવસે; ૧૮ દિવસ રહે તે ૨૮૮ દિવસે; ૧૦ દિવસ રહે તે ૨૪૦ દિવસે; ૨૦ દિવસ રહે તે ૧૮૦ દિવસે ર૧ દિવસ રહે તે ૧૭૪ દિવસે; ૨૨ દિવસ રહે તે ૧૬૨ દિવસે; ૨૩ દિવસ રહે તે ૧૪૪ દિવસે; ૨૪ દિવસ રહે તે ૧૨૦ દિવસે; ૨૫ દિવસ રહે તે ત્રણ મહિને; ર૬ દિવસ રહે તે બે મહિને ૨૭ દિવસ રહે તે એક મહિને ૨૮ દિવસ રહે તે અર્થે મહિને; ૨૯ દિવસ રહે તે દશમે દિવસે; ૩૦ દિવસ રહે તે પાંચમે દિવસે; ૩૧ દિવસ રહે તે ત્રણ દિવસે; ૩૨ દિવસ રહે તો બીજે દિવસે; અને ૩૩ દિવસ રહે તે એક દિવસમાં જ મૃત્યુ થાય. એ પ્રમાણે ચંદ્રનાડીમાં થાય છે તે જ ક્રમે વ્યાધિ આદિ થાય. આમ શરીરગત વાયુને આશરીને ચંદ્રનાડી અને સૂર્યનાડીના અભ્યાસયોગ વડે કાલનિર્ણય કરી શકાય છે. [૫/૮૬-૧૧] - પરંતુ શરીરગત વાયુને તે વ્યાધિ વડે પણ ફેરફાર થઈ શકે છે. તેથી તેના વડે કાલજ્ઞાન સ્પષ્ટ થઈ શકતું નથી. તેથી તેને માટે હું કેટલાંક બાહ્ય લક્ષણ જણાવું છું. ડાબી આંખમાં ૧૬ પાંખડીનું ચંદ્રકમળ ચિંતવવું; અને જમણી આંખમાં બાર પાંખડીનું સૂર્યકમળ ચિંતવવું; પછી, ગુરુના ઉપદેશ અનુસાર બંને આંખ ઉપર આંગળી દબાવવાથી પ્રત્યેક કમળની ચાર પાંખડીઓ આગિયાના પ્રકાશ જેવા વર્ણની દેખાશે. હવે ચંદ્રકમળની જે નીચેની પાંખડી ન દેખાય, તે છ મહિને મૃત્યુ જાણવું; ભમર પાસેની ઉપલી પાંખડી ન દેખાય તે ત્રણ મહિને મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org