________________
૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે
૧૫૩ તે ઉદ્વેગ અને રોગ થાય; દોઢ કલાક સુધી ડાબામાંથી જમણમાં કે જમણામાંથી ડાબામાં એમ બદલાયા કરે, તે લાભ, પૂજા આદિ મળે. જયારે દિવસ અને રાત સરખાં હોય તે કાળે જેની આંખ ફરકે, તેનું એક દિવસ અને રાતમાં મૃત્યુ થવાનું છે એમ જાણવું. એક નાડીમાંથી બીજી નાડીમાં પવન જાય તેને “સંક્રાંતિ કહે છે. તેવી પાંચ સંક્રાંતિઓ બાદ છઠ્ઠી સંક્રાંતિ વખતે મેં વાટે વાયુ ચાલતો હોય, તે મિત્રહાનિ, અર્થહાનિ, નિસ્તેજતા વગેરે મરણ સિવાયના બધાં અનર્થો થાય. તેર સંક્રાંતિઓ બાદ ચૌદમી સંક્રાંતિએ ડાબી નાસિકામાં વાયુ વહેતો હોય, તે રોગ, ઉદ્વેગાદિ પ્રાપ્ત થાય. માગશર મહિનાના પ્રથમ દિવસથી માંડીને પાંચ રાત્રી સુધી એક જ નાડીમાં પવન વહ્યા કરે. તે ૧૮ વર્ષે મૃત્યુ થાય. આસો મહિનાના પહેલા દિવસથી માંડીને પાંચ દિવસ એક નાડીમાં જ પવન રહે, તે પંદર વર્ષ બાદ મરણ આવે. - તે પ્રમાણે શ્રાવણ મહિનાની શરૂઆતથી પાંચ દિવસ એક નાડીમાં પવન રહે, તે બાર વર્ષે મરણ થાય; જેઠ મહિનાની શરૂઆતથી પાંચ દિવસ રહે, તે નવ વર્ષે ચૈત્ર મહિનાની શરૂઆતથી પાંચ દિવસ રહે તે છ વર્ષે; અને માધ મહિનાની શરૂઆતથી પાંચ દિવસ રહે તે ત્રણ વર્ષ મરણ થાય. એ બધામાં એ સમજવાનું કે, પાંચને બદલે બે, ત્રણ કે ચાર દિવસ વાયુ રહે, તો તે પ્રમાણે વર્ષની સંખ્યા ઘટાડવી-વધારવી. પિ/૬૭-૮૫]
હવે સૂર્યનાડીને આશરીને કાંઈક કાલનિર્ણય કર્યું. જ્યારે જન્મનક્ષત્રે ચંદ્ર હોય અને આપણી રાશિથી સાતમી રાશિએ સુર્ય હેય, અને જેટલી જન્મરાશિ ચંદ્રમાએ ભોગવી હોય, તેટલી જ સૂર્ય સાતમી રાશિ ભેગવી હોય, ત્યારે તે કાળને પૌષ્ણ કહે છે. તે કાળ દરમ્યાન અ દિવસ સૂર્યનાડીમાં પવન રહે તે ૧૪ વષે, અને આ દિવસ રહે તે બાર વર્ષે મૃત્યુ થાય. તે જે પ્રમાણે એક રાતદિવસ,
* સામાન્ય રીતે રેવતી નક્ષત્રના સમયને પૌષ્ણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org