________________
૧૫૬
યોગશાસ્ત્ર છે; જમણું પિંગલા નાડી અનિષ્ટ સૂચન કરે છે અને સંહારક છે; તથા સુષુણ્ય નાડી સિદ્ધિ અને નિર્વાણરૂપી ફળ આપનારી છે. ડાબી નાડી અભ્યદય વગેરે ઈષ્ટ તેમ જ પ્રશસ્ત કાર્યોમાં સ્વીકારાઈ છે; અને જમણું નાડી મેથુન, ભજન, યુદ્ધ વગેરે દીપ્ત કાર્યો માટે સંમત ગણાઈ છે. શુક્લપક્ષમાં સૂર્યોદય વખતે ડાબી નાડીને ઉદય હેય, તે. તે શુભ છે. કૃષ્ણપક્ષમાં સૂર્યોદય વખતે જમણી નાડી ઉદય શુભ છે. તે બંનેને ઉદય ત્રણ ત્રણ દિવસ શુભ ફલદાયી હોય છે. ચંદ્રનાડીથી વાયુને ઉદય હાય, તે દિવસે સૂર્યનાડીથી અસ્ત શુભાવહ છે; અને
જ્યારે સૂર્યનાડી વડે ઉદય હૈય, ત્યારે ચંદ્રનાડીથી અસ્ત ગુમાવહ છે. [ ૫/૬૧-૬] "
શુકલપક્ષમાં પડવાને દિવસે દિવસની શરૂઆતમાં જ પવનના સંચાર શુભ છે કે અશુભ છે તે નક્કી કરવું પહેલાં પવન ચંદ્રનાડીમાં ત્રણ દિવસ ઉદય પામે; પછી ત્રણ દિવસ સૂર્યનાડીમાં જાય; પછી પાછા ત્રણ દિવસ ચંદ્રનાડીમાં આવે, એ પ્રમાણે એ ક્રમથી બૃહતપર્વ (પૂનમ) સુધી ચાલ્યા કરે. ત્યારબાદ કૃષ્ણપક્ષમાં સૂર્યનાડીમાં ઉદય પામે અને ત્રણ દિવસ તેમાં રહે; પછી પાછો ત્રણ દિવસ ચંદ્રનાડીમાં, એમ બધું ઉપર પ્રમાણે જ સમજવું. જે ત્રણ પખવાડિયાં સુધી ઉપર જણાવેલા કમનો ભંગ થયા કરે, તે છ મહિનામાં મરણ થવાનું છે એમ માનવું; બે પખવાડિયાં સુધી થાય, તો ઈષ્ટ બંધુને વિપત્તિ આવે; એક પખવાડિયા સુધી થાય તે દારુણ વ્યાધિ થાય; અને બે-ત્રણ દિવસ વિપર્યાસ થાય, તે કલહાદિ થાય. એક રાતદિવસ સૂર્યનાડીમાં જ પવન રહે, તે ત્રણ વર્ષે મૃત્યુ થાય; બે રાતદિવસ રહે, તે બે વર્ષ થાય; અને ત્રણ રાતદિવસ રહે, તે એક વર્ષે મૃત્યુ થાય. તે જ પ્રમાણે ચંદ્રનાડીમાં રહે, તે રેગ થાય. ત્રણે માર્ગો સાથે વાયુ ચાલતું હોય, તે મધ્યાહ્ન પછી મૃત્યુ થાય. દશ દિવસ સંક્રાંત થયા વિના બે ભાગે જ વાયુ ચાલ્યા કરે, અને પછી સંક્રાંત થાય, તો મરણ સૂચવે. ચંદ્રનાડીમાં જ દશ દિવસ વાયુ વહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org