________________
૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે સ્વજન, બંધુ તેમજ બીજી સારવાની વસ્તુઓને મેળાપ કરાવી આપે છે; “પવન” વાયુ ખેતી, નેકરી વગેરે મળેલાં હોય તેને નાશ કરે છે; તથા મૃત્યુભય, કલહ, વેર અને ત્રાસ પ્રવર્તાવે છે. “દહન” વાયુ ભય, શકે, રેગ, દુઃખ અને વિશ્વ વગેરેની પરંપરા લાવે છે, તથા વિનાશ સૂચવે છે. [૫/પર-૬ ! - ચંદ્રમાર્ગ (ડાબે) અને સૂર્યમાર્ગ (જમણો) બંને માર્ગથી વાયુઓ મંડલમાં દાખલ થાય, ત્યારે હંમેશાં શુભકારક હોય છે; પરંતુ. બહાર નીકળતા હોય ત્યારે અશુભકારક હોય છે. કારણ કે, પ્રવેશ સમયે વાયુ જીવનરૂપ ગણાય છે; અને બહાર નીકળે એટલે મૃત્યુરૂપ ગણાય છે; માટે જ્ઞાનીઓએ તેમના પ્રવેશ અને નિર્ગમનનું ફળ પણ તેવું કહ્યું છે. “ઈન્દ્ર” અને “વરુણ” એ બંને વાયુ ચંદ્રમાર્ગે પ્રવેશ કરતા હોય ? ત્યારે સર્વ સિદ્ધિને આપનારા થાય છે; પરંતુ સૂર્યમાગે બહાર નીકળે કે પ્રવેશ કરે, ત્યારે મધ્યમ કહેવાય છે. “વાયુ” અને “અગ્નિ” એ બે વાયું જમણું માગે બહાર નીકળતા હોય તો વિનાશ સૂચવે છે; પરંતુ ડાબે માર્ગે નીકળે કે પેસે, તે મધ્યમ ગણાય છે. [૫/૫૭૬૦]
નાડી ત્રણ છેઃ ઈડા, પિંગલા અને સંસ્કૃષ્ણા. ડાબી બાજુની ઈડ નાડી ચંદ્રનું સ્થાન છે; જમણી બાજુની પિંગલા સૂર્યનું સ્થાન છે; અને મધ્યમાં આવેલી સુષુષ્ણુ નાડી શિવનું સ્થાન છે. ઈડા નાડી સર્વ ગાત્રોમાં જાણે અમૃત વરસતી હોય તેવી અમૃતમયી છે; તેમાં વાયુ સંચાર કરતા હોય ત્યારે તે ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થવાનું સૂચન કરે
૧. અહીં પણ, “ પ્રશ્ન વખતે કે કાર્યારંભ વર !” એમ સમજવું.
૨. શિવસંહિતા ૨–૧૮માં સુષુણાના મધ્યમાં આવેલી ચિત્રાને “શિવને પ્રિચ” કહી છે; બાકી, તે ત્રણેને ચક, રસૂર્ય અને અગ્નિરૂપિણું કહી છે. હઠયોગપ્રદીપિકા ૩-૪માં સુષણનું બીજું નામ “શાંભવી ” આપ્યું છે. દર્શનેપનિષદમાં (૪૩૫) સુષને દેવ શિવ કહ્યો છે, ઈડાને હરિ કહ્યો છે, અને પિંગલાનો બ્રહ્મા કહ્યો છે. ઉપરાંત જણાવ્યું છે કે (૩૯), ઈડામાં ચંદ્ર સંચાર કરે છે, અને પિંગલામાં રવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org