________________
૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે
૧૫૯ જાણવું; આંખના સામા ખૂણા પાસેની પાંખડી ન દેખાય તે બે મહિને મૃત્યુ જાણવું; અને નાક નજીકની પાંખડી ન દેખાય તે એક મહિને જાણવું. આ જ ક્રમે સૂર્યકમળની પાંખડીઓ ન દેખાય, તે દશ, પાંચ, ત્રણ, બે અને એક દિવસે મૃત્યુ જાણવું. બંને કમળની એ પાંખડીઓ આંખ દાખ્યા વિના જ દેખે તો ૧૦૦ દિવસે મૃત્યુ થાય. પ/૧૧૮-૧ર૪ - હૃદયમાં આઠ પાંખડીનું કમળ ચિંતવવું; પછી કાનને આંગળી વડે બંધ કરવા. જે પાંચ દિવસ સુધી લાગલગટ અંદરનો અવાજ ન સંભળાય, તે પાંચ વર્ષે; ૧૦ દિવસ ન સંભળાય, તે ચાર વર્ષે; પંદર દિવસ ન સંભળાય, તે ત્રણ વર્ષે ૨૦ દિવસ ન સંભળાય, તે બે વર્ષે; અને ૨૫ દિવસ ન સંભળાય, તે એક વર્ષે મૃત્યુ થાય. આમાં એ સમજવાનું કે, ઉપર પાંચ દિવસ ન સંભળાય તે પાંચ વર્ષે મૃત્યુ થાય એમ કહ્યું છે; હવે છ દિવસથી લઈ સોળ દિવસ સુધી જે શબ્દ ન સંભળાય, તે પાંચ વર્ષમાંથી દિવસની એક, બે, ત્રણ એમ ચોવીસીઓ અનુક્રમે ઓછી કરીને કાળગણના કરવી. [૫/૧૨પ-૭
ગુરના કહ્યાથી બ્રહ્મરંધ્ર આગળ ફેલાતી ધૂમરેખા પાંચ દિવસ સુધી ન દેખે, તે ત્રણ વર્ષ મૃત્યુ થાય. [૫/૧૨૮]
પડવાને દિવસે પવિત્ર થઈ પિતાના જમણા હાથને શુકલપક્ષ કલ્પવો; અને કનિષ્ઠ આંગળીના નીચલા વેઢાને પડવો, વચલા વેઢાને છહ, અને ઉપલા વેઢાને અગિયારસ કલ્પવી. અનામિકામાં એ પ્રમાણે બીજ, ત્રીજ અને એથે કલ્પવાં; મધ્યમામાં સાતમ, આઠમ અને નોમ કલ્પવાં; તજનીમાં બારશ, તેરશ અને ચોદશે કલ્પવાં; અને અંગૂઠામાં પાંચમ, દશમ અને પૂનમ કપવાં. તે પ્રમાણે ડાબા હાથને કૃષ્ણ પક્ષ કલ્પો અને તેની તિથિઓ પણ તે પ્રમાણે કલ્પવી. પછી નિજન દેશમાં
૧. મૂળ અગ્નિનિર્દોષ
૨. આ બધું દેખાય-સમજાય તે પહેલાં ગુરુના કહ્યા મુજબ એકાગ્રતાચિંતનાદિ સાધવાનાં હેય છે; પછી અધિકાર જોઈ ગુરુ કહે તે જ એ બધું દેખાય છે, એમ સમજવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org