________________
૧૫૦
યોગશાસ્ત્ર પીડા કરતો હોય, તે તે સ્થાને પ્રાણાદિ વાયુ ધારણ કરવાથી, તે રેગ દૂર થાય છે. [ ૫/૧૩-રપ ]
આ પ્રમાણે પ્રાણાદિના વિજય માટે અભ્યાસ કર્યા બાદ, મનની સ્થિરતા માટે ધારણા, ધ્યાન અને સમાધિને અભ્યાસ કરવો. પ્રથમ, કઈ આસને સ્થિર બેસી, ધીમે ધીમે વાયુને બહાર કાઢી નાંખો. ત્યારબાદ ડાબી બાજુએથી તેને ખેંચી પગના અંગૂઠા સુધી લઈ જવા. પછી મનને પણ પગને અંગૂઠે સ્થિર કરવું. ત્યાર બાદ પવન અને મન બંનેને પગને તળિયે સ્થિર કરવાં; ત્યાર બાદ પાનીએ, ત્યાર બાદ ઘૂંટીએ, ત્યાર બાદ જાધે, ત્યાર બાદ ઢીંચણે, ત્યાર બાદ સાથળે, ત્યાર બાદ ગુદાએ, ત્યાર બાદ લિંગે, ત્યાર બાદ નાભિએ, ત્યાર બાદ પટે, ત્યાર બાદ હૃદયે, ત્યાર બાદ કંઠે, ત્યાર બાદ જીભે, ત્યાર બાદ તાલુએ, ત્યાર બાદ નાસાગ્રે, ત્યાર બાદ નેત્રે, ત્યાર બાદ ભમરે, ત્યાર બાદ કપાશે, ત્યાર બાદ માથે, અને ત્યાર બાદ બ્રહ્મપુરમાં સ્થિર કરવાં. પછીથી એવા જ ઊલટા ક્રમથી પગના અંગૂઠા સુધી તેમને પાછાં લઈ જવાં. પછી નાભિપદ્મમાં તેમને લઈ જઈ વાયુને બહાર કાઢી નાખવા. આમ, પગના અંગૂઠાથી માંડી લિંગ સુધી ક્રમ પૂર્વક વાયુને ધારણ કરવાથી શીધ્ર ગતિ અને બળ પ્રાપ્ત થાય છે; નાભિમાં ધારણ કરવાથી જીવરાદિ દૂર થાય છે; જારમાં ધારણ કરવાથી કાયશુદ્ધિ થાય છે; હૃદયમાં ધારણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે; મનાડીમાં ધારણ કરવાથી રોગ અને જરા દૂર થાય છે, કંઠમાં ધારણ કરવાથી ભૂખતરસ દૂર થાય છે; જીભને ટેરવે ધારણ કરવાથી રસજ્ઞાન પ્રાપ્ત થાય છે. નાસાગ્રે ધારણ કરવાથી ગંધજ્ઞાન, આંખમાં ધારણ કરવાથી રૂપજ્ઞાન, કપાળમાં ધારણ કરવાથી રોગનાશ
૧. આજ જ હકીકત એ જ શબ્દોમાં ત્રિશિખબ્રાહ્મણોપનિષદમાં (૧૧૩) તથા દર્શનેપનિષદ ૬-ર૧ ઇ૦માં પણ જણાવી છે.
૨ કંઠકૂપ કે જેમાં થઈને નાસિકા કે મુખમાંથી લીધેલો વાયુ અંદર જાય છે, તેની નીચેના ભાગમાં આવેલી કુંડલિત સર્ષના આકારની નાડી કે નાડીચક્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org