________________
૧૫૧
૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે અને ક્રોધે પશમ, તથા બ્રહ્મરંધમાં ઘારણ કરવાથી સિદ્ધોનું સાક્ષાત દર્શન પ્રાપ્ત થાય છે. [ ૫/૬૩૫ ]
નોંધઃ અહીં અમુક અમુક સ્થળોએ વાયુ અને મન સ્થિર કરવાથી જે ફલપ્રાપ્તિ જણાવી છે, તે યોગસૂત્ર વગેરે ગ્રંથમાં અમુક અમુક સ્થળે ધારણ-ધ્યાન-સમાધિ કરવાથી થતી ફલપ્રાપ્તિનો જેવી જ છે. જેમકે, (૩–૨૯) “કંઠકૂપમાં ધારણાદિ કરવાથી સુધાપિપાસાની નિવૃત્તિ થાય છે;' (૩-૩૦) કુર્મનાડીમાં કરવાથી રથય પ્રાપ્ત થાય છે;' (૩-૩૧) “મૂર્ધ (એટલે કે બ્રહ્મરંધ) માં રહેલા
જ્યોતિમાં કરવાથી સિદ્ધોનું દર્શન થાય છે;' (૩-૩૩) હૃદયમાં કરવાથી ચિત્તનું અપરોક્ષ જ્ઞાન થાય છે, ઈત્યાદિ. ૧-૩૫માં પણ “વિષયવતી પ્રકૃતિના ઉલ્લેખ વખતે, નાસાગ્રે ધારણું કરવાથી દિવ્ય ગંધની, જિગ્નમાં કરવાથી દિવ્યરસની વગેરેની પ્રાપ્તિ જણાવી છે. પરંતુ, ત્યાં માત્ર વાયુ કે મનને ધારણ કરવાની વાત નથી, પરંતુ ધારણા, ધ્યાન અને સમાધિ કરવાની વાત છે. અહીંયાં આચાર્યશ્રીએ જુદે જુદે સ્થળે ધારણાદિ કરવાનું જણાવ્યું છે, તે જુદા પ્રસંગમાં છે, અને જુદા હેતુસર – એટલે કે તેમ કરવાથી જે કાલજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા થાય છે તેટલા પૂરતું
– જણાવ્યું છે તે ધ્યાનમાં રાખવું. અલબત્ત, હૃદયાદિ ગ્ય સ્થળે નિષ્કામબુદ્ધિથી ધારણાદિ કરવાથી અવિદ્યાને લય, વિષયેચ્છાને નાશ વગેરે અભિપ્રેત ફલેની પ્રાપ્તિ થાય છે, તેનો ઉલ્લેખ તે સાથે સાથે કરતા જાય છે, પરંતુ તેમને મુખ્ય ઉદ્દેશ, તે બધી ધારણાઓથી જે અવાંતર ફલ પ્રાપ્ત થાય છે – કે જે મેળવવા તેમને મતે ઉપયોગી નથી – તેમનું જ વર્ણન કરવાનો છે. યોગસૂત્રમાં પણ એ રીતે અભિપ્રેત તેમજ અવાંતર ફની પ્રાપ્તિ પ્રકરણવશાત એકસાથે જ વર્ણવ્યા કરવી પડી છે, અને સાથે સાથે જણાવવું પડયું છે કે, “તો સાથો પર ચુસ્થાને સિદ્ધયઃ | ” “એ બધી સિદ્ધિઓ, જેનાથી આત્મસાક્ષાત્કાર થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org