________________
૧૪૮
યોગશાસ્ત્ર પ્રત્યાહાર” છે,” એમ જણાવ્યું છે. પરંતુ, એટલું યાદ રાખવું જોઈએ કે, ત્યાં પ્રાણાયામને પ્રકાર નથી વર્ણવ્યો, પણ “પ્રત્યાહારને પ્રકાર વર્ણવ્યો છે.
તે સ્થળે એ તો પ્રત્યાહારની “ઈદ્રિયોને વિષયમાંથી પાછી ખેંચવા એવી વ્યાખ્યા ઉપરાંત, ઉપર જણાવેલી, તેમજ બ્રહ્મારાધનબુદ્ધિથી નિત્ય અને કામ્ય કર્મ કરવાં વગેરે વ્યાખ્યાઓ પણ વિકલ્પ તરીકે આપી છે.
મૂળમાં પ્રાણાયામ વિષે પાંચમા પ્રકાશમાં આપેલી વિશેષ વિગતો નીચે પ્રમાણે છે:
પ્રાણાયામથી માત્ર પ્રાણનો જય નથી થતો, પરંતુ પ્રાણ, અપાન, - સમાન, ઉદાન અને વ્યાન એ પાંચે વાયુને જય થઈ શકે છે. પરંતુ તે માટે તે પાંચનાં સ્થાન, વર્ણ, ક્રિયા, અર્થ અને બીજ જાણવાં જોઈએ. નાસાગ્ર, હદય, નાભિ તથા પગના અંગૂઠાના છેડા, એ “પ્રાણુનાં સ્થાન છે. પ્રાણને ઘણું લીલે છે. નાસાદિ સ્થાને વિષે રેચક અને પૂરક વાર વાર કરવાથી ( “ગમાગમપ્રગ”) કે કુંભક (બંધારણ) કરવાથી તેને જય થઈ શકે છે. “અપાન” વાયુને વર્ણ કાળો છે. ગ્રીવાની પાછળની બે નાડીઓ, પીઠ, પીઠને છે, અને બે પાનીઓ એ તેનાં સ્થાન છે; તથા તે સ્થાને વિષે રેચક અને પૂરક વારંવાર કરવાથી તેને જય થઈ શકે છે. “સમાન” વાયુને વર્ણ શ્વેત છે. હૃદય, નાભિ અને સર્વ સંધિઓ તેનાં સ્થાન છે; તે સ્થાને વિષે વારંવાર રેચક–પૂરક કરવાથી તેને જય થાય છે. ઉદાન” વાયુને વર્ણ લાલ છે. હૃદય, કંઠ, તાલુ, ભમરોની વચ્ચેનો ભાગ અને માથું (મૂર્ધા) એ તેનાં સ્થાન છે. નાક વડે બહારથી પવન ખેંચી, હદયાદિ સ્થાનમાં તેને સ્થાપી, તેને ઊંચે આવતો બળપૂર્વક રેકવાથી (“ગત્યાગતિનિયોગ') તેને જય થઈ શકે છે. “ધ્યાન ને વણું મેઘધનુષ્ય જે જ છે. તેનું સ્થાન સર્વ ત્વચા છે; તથા રેચક અને પૂરના કમથી કુંભકને અભ્યાસ કરવાનો તેને જય થઈ શકે
૧. અમૃતનાદપનિષદ (૩૫-૭) માં પ્રાણાદિના વર્ણ નીચે પ્રમાણે જણાવ્યા છે : પ્રાણલાલ, અપાન-ઇદ્રગેપ જેવો; સામાન-ગાયના દૂધ જેવો: ઉદાન–પાંડુર; અને વ્યાન –અચિં(જ્વાલા) જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org