________________
૧૭
૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે પૂર્વજન્મના મિત્ર નારકેની પાસે એમને દુઃખમુક્ત કરવાના ઉદ્દેશથી જાય છે. એ રીતે જનારા દે પણ ફક્ત ત્રણ ભૂમિઓ સુધી જઈ શકે છે. પરમ અધામિક વર્ગના દેવ કે જેઓ નરકપાલ કહેવાય છે, તે તો જન્મથી જ પહેલી ત્રણ ભૂમિઓમાં હોય છે.
૧૭
પ્રાણાયામની વિશેષ વિગતો
[પાન ૮૫ માટે ] ધ : મૂળમાં પા. ૮૪ ઉપર ] પ્રાણાયામની જે વ્યાખ્યા આપી છે, તે બરાબર યોગસૂત્ર [ ૨-૪૯ ] જેવી છે. ત્યાં પણ પ્રાણાયામ એટલે
શ્વાસકથાતિવિએઃ પ્રાણાયામ:' એમ જણાવ્યું છે. પરંતુ ત્યાં પ્રાણાયામના ચાર પ્રકાર જણાવ્યા છે : બાહ્યવૃત્તિ ( રેચક ), આલ્ચતરવૃત્તિ ( પૂરક ), તંભવૃત્તિ (એટલે કે રેચકપૂરક સાથેને મધ્યમાં કુંભકવાળે ), અને કેવકુંભક ( એટલે કે રેચકપૂરક વિનાનો, અધિક અભ્યાસના બલથી કરાતો માત્ર કુંભક). હેમચંદ્રાચાર્યજીએ રેચક, પૂરક અને કુંભક એ ત્રણ જ મુખ્ય પ્રકારે જણાવ્યા છે; અને ઉપરાંતમાં “બીજ આચાર્યના મત પ્રમાણે ” એમ કહીને પ્રત્યાહાર, શાંત, ઉત્તર અને અધર એવા બીજા ચાર ભેદ ઉમેર્યા છે. તે ચારેનું વર્ણન જોતાં તે કુંભકના જ અમુક પ્રકારો લાગે છે; કારણ કે તેમાં અમુક સ્થાનોમાંથી પવનને ખસેડીને અમુક સ્થાને લઈ જવાને કે ત્યાં સ્થિર કરવાને કહ્યો છે. હઠયોગપ્રદીપિકા [૨-૪૪], ઘેરંડસંહિતા [પ-૪૭] વગેરે ગ્રંશેમાં કુંભકના સૂર્યભેદન, ઉજજાયી વગેરે જે પ્રકારે જણાવ્યા છે, તેમની સાથે આ ચારનું કાંઈ જ સામ્ય નથી. વિશિખબ્રાહ્મણપનિષદ (૧ર૯), દશનેપનિષદ (૭-૫) તથા શાંડિલ્યોપનિષદ (અ. ૧, ખં) ૭) માં “પ્રત્યાહારની વ્યાખ્યા બરાબર મૂળમાં વર્ણવેલા “પ્રત્યાહાર-પ્રાણાયામ” જેવી આપી છે. તથા પગને અંગૂઠો, ઘૂંટી, સાથળનું મધ્ય, જાંઘનું મધ્ય તેમજ મૂળ, માથું, હદય, નાભિ, કઠપ્રદેશ, તાલુપ્રદેશ, નાક, આંખ, ભમર વગેરે મર્મસ્થાનમાં ... એક સ્થાનથી બીજા સ્થાનમાં વાયુને ખેંચીને ધારણ કરવો તેનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW