________________
૧૪૬
ગશાસ્ત્ર પહેલી ભૂમિ રત્નપ્રધાન હેવાથી રત્નપ્રભા કહેવાય છે. બીજી કાંકરાની બહુલતાને લીધે શર્કરા પ્રભા, ત્રીજે રેતીની મુખ્યતાને લીધે વાલુકાપ્રભા, તથા પછીની ભૂમિઓ પણ તે પ્રમાણે પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમા પ્રભા કહેવાય છે. તે સાતેનાં ક્રમપૂર્વક ધર્મા, વંશા, શેલા, અંજના, વિષ્ટા, માધવ્યા અને માધવી એવાં નામ છે. રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ છે. પહેલે ખરકાંડ રત્નપ્રચુર છે. તેની જાડાઈ ૧૬,૦૦૦ એજન જેટલી છે. એની નીચેને બીજો કાંડ કાદવથી ભરેલે છે. તેની જાડાઈ ૮૪,૦૦૦ એજન છે. એની નીચેનો ત્રીજો ભાગ જલબહુલ છે. તેની જાડાઈ ૮૦,૦૦૦ યોજન છે. આમ ત્રણે કિડની મળીને જાડાઈ ૧ લાખ ૮૦ હજાર યોજન છે. રત્નપ્રભા સિવાયની ભૂમિઓમાં એવા ત્રણ વિભાગ નથી. બીજી ભૂમિની જાડાઈ ૧ લાખ ૩ર હજાર યોજન; ત્રીજીની ૧ લાખ ૨૮ હજાર જન; ચેથીની ૧ લાખ ૨૦ હજાર જન; પાંચમીની ૧ લાખ ૧૮ હજાર જન; છઠ્ઠીની . ૧ લાખ ૧૬ હજાર જન અને સાતમીની ૧ લાખ ૮ હજાર યોજના
છે. એ સાતે ભૂમિની નીચે જે સાત ઘોદધિ છે, તેમની જાડાઈ દરેકની વિશ-વીશ હજાર જન છે. પરંતુ જે ઘનવાન અને તનુવાત છે, તેમની જાડાઈ દરેકની અસંખ્ય યોજન જેટલી છે, પણ સમાન ન હૈઈ એક એકથી વધતી જતી છે. આ સાતે ભૂમિની જેટલી જાડાઈ ઉપર કહી, તેમાંથી ઉપર તથા નીચેના એક એક હજાર યોજન છોડી દઈને બાકીને મધ્ય ભાગમાં નરકાવાસ છે. એ બધા નરકાવાસે નીચે નીચેની ભૂમિમાં અશુભ, અશુભતર, અશુભતમ એમ ઉત્તરોત્તર અધિક અશુભ છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિઓમાં દીપ, સમુદ્ર, પર્વત, સરોવર, ગામ, શહેર, વનસ્પતિ, જીવજંતુ, મનુષ્ય કે દેવ કાંઈ નથી. રત્નપ્રભાને ઉપરનો ઘેડે ભાગ મલેકમાં સંમિલિત છે, તેથી એ ભાગમાં દ્વીપ, સમુદ્ર, વનસ્પતિ, મનુષ્ય, દેવ આદિ મળી આવે છે. બાકીની છમાં તે માત્ર નારક જેવો અને કેટલાક એકેદ્રિય જીવો જ છે. આ સામાન્ય નિયમને અપવાદ પણ છે. કેટલાક દેવ પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org