________________
૧૪૨
યોગશાસ્ત્ર વગેરેમાં વડીલ હેય તે “સ્થવિર'. ૪. મોટા અને ઉગ્ર તપ કરનાર હોય તે તપસ્વી'. ૫. જે નવો જ દીક્ષિત થયે હોય અને શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય તે “શૈક્ષ'. ૬. રોગ વગેરેથી ક્ષીણ થઈ ગયા હોય તે “ગ્લાન”. ૭. સમાનધમી હોય તે “સાધમિક. ૮. એક જ દીક્ષાચાર્યને શિધ્યપરિવાર તે “કુલ. ૯. જુદા જુદા આચાર્યોને શિષ્યરૂપ સાધુઓ, જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય, તે “ગણુ”. ૧૦. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રકાર મળીને થતા સમુદાય તે “સંધ.
(૩) વાધ્યાયના પાંચ ભેદ છે : '૧. શબ્દ કે અર્થને પ્રથમ પાઠ લે તે વાચના'. ૨. શંકા દૂર કરવા કે વિશેષ ખાતરી કરવા પડપૂછ કરવી તે “પ્રચ્છના'. ૩. શબ્દ, પાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું તે “અનુપ્રેક્ષા. ૪. શિખેલ વસ્તુના ઉચ્ચારનું શુદ્ધિપૂર્વક પુનરાવર્તન કરવું તે “આખાય-પરાવર્તન'. ૫. જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું તે “ધર્મોપદેશ.
(૪) વિનયના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એવા ચાર ભેદ છે. ૧. જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખો અને તેને ભૂલવું નહીં, તે જ્ઞાનવિનય. ૨. તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગદર્શનથી ચલિત ન થવું, અને તેમાં આવતી શંકાઓનું સંશોધન કરી નિશંકપણું કેળવવું, તે દર્શનવિનય. ૩. ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું, તે ચારિત્રવિનય. ૪. પિતાનાથી શ્રેષ્ઠ પુરુષની સામે જવું, તે આવે ત્યારે ઊડીને ઊભા થવું, વગેરે ઉપચારવિનય.
(૫) ચુરણના બાહ્ય અને આવ્યંતર એમ બે પ્રકાર છે. ધન ધાન્યાદિ બાહ્ય વસ્તુઓમાંથી મમતા ઉઠાવી લેવી, તે બાહ્યોપધિવ્યુત્સર્ગ;
અને શરીર ઉપરથી મમતા ઉઠાવવી તેમજ કાષાયિક વિકારમાંથી તન્મયપણને ત્યાગ કરે, તે આત્યંતરો પધિવ્યસર્ગ.
(૬) ધ્યાનના આd, રૌદ્ર, ધર્મ અને શુક્લ એવા ચાર ભેદ છે. અહીં પછીના બે જ વિવક્ષિત છે. વીતરાગ અને સર્વજ્ઞ પુરુષની આજ્ઞા શી છે, કેવી હોવી જોઈએ, દેશનું સ્વરૂપ શું છે, તેમાંથી કેમ છુટાય, કયું દુઃખ કયા કર્મને આભારી છે, વગેરે બાબતોના વિચાર ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org