________________
૧૪ આત્યંતર તપની વિગતો
[પાન ૭૬ માટે ) છે પ્રકારના આત્યંતર તપની વિશેષ વિગતે આ પ્રમાણે છે: (૧) પ્રાયરિવરના નીચે પ્રમાણે દશ પ્રકાર છે:
1. કરેલા અપરાધનું ગુરુ આગળ પ્રકટીકરણ “આલેચન'. ૨. થયેલ ભૂલને અનુતાપ કરી, તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું તે “પ્રતિક્રમણ. ૩. ઉકત બંને સાથે કરવાં તે “મિશ્ર'. ૪. ખાનપાન આદિમાં કોઈ વસ્તુ અકલ્પનીય આવી જાય અને પછી માલૂમ પડે તે તેને ત્યાગ કરે તે “વિવેક. ૫. એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપાર છેડી દેવા તે “વ્યસર્ગ'. ૬. અનશન આદિ બાહ્ય તપ કરવું તે “તપ”. ૭. દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવી તે “છેદ'. ૮. અહિંસાદિ મહાવ્રતોને ભંગ થવાને લીધે ફરી પ્રથમથી જ જે આજે પણ કરવું તે “મૂલ”. ૯. બહુ ભારે અપરાધ હોવાને લીધે અમુક ખાસ તપ (કે જેને ઊભા થવા કે બેસવાને માટે પણ અશક્ત થઈ જાય ત્યાં સુધી કરવાનું હોય છે, તે) ન કરે ત્યાં સુધી ફરી તેને ત્રતાદિ ન આપવામાં આવે, તે ‘અનવસ્થાય”. ૧૦ પારસંચિક' એટલે ગણુ, સંધ વગેરેમાંથી તેને એક જ બહિષ્કાર કરે તે.
(૨) વૈશવૃ, એ સેવારૂપ હોવાથી, સેવાગ્ય પાત્રોના દશ પ્રકાર પ્રમાણે તેના દશ ભેદ થાય છે. ૧. મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તે “આચાર્ય'. ૨. મુખ્યપણે જેનું કાર્ય મૃતાભ્યાસ કરાવવાનું હોય તે “ઉપાધ્યાય'. ૩. વય, દીક્ષા, શાસ્ત્રાયયન
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org