________________
નથી. “પ્રબંધચિંતામણિ” (પા. ૬૭)માં જણાવ્યા પ્રમાણે હેમચંદ્ર જે કુમુદચંદ્રને વિવાદ પ્રસંગે હાજર હોય, તે તે વિ. સં. ૧૧૮૧ (ઈ. સ. ૧૧૫)ના અરસામાં સિદ્ધરાજના દરબારમાં આવતા જતા થયા હોવા જોઈએ. કુમારપાલપ્રતિબંધ માં જણાવ્યા પ્રમાણે અણહિલપુરમાંથી નાસી જતા પહેલાં કુમારપાલ સિદ્ધરાજને મળવા આવેલ, તે વખતે તેણે હેમચંદ્રને રાજા પાસે સિંહાસન ઉપર બેઠેલા જોયા હતા. એ વાત સાચી હોય, તે વિ. સં. ૧૧૬૯ (ઈ. સ. ૧૧૧૩)ના અરસામાં હેમચંદ્ર અણહિલપુર આવી ગયા હોવા જોઈએ, અને રાજાના પ્રેમપાત્ર પણ બન્યા હોવા જોઈએ. હેમચંદ્રની અને સિદ્ધરાજની સૌથી પહેલી મુલાકાત આ પ્રમાણે વર્ણવાય છે:
- એક વખત હેમચંદ્ર કોઈ દુકાને ઊભા હતા. તે વખતે સિદ્ધરાજ હાથીએ બેસીને ત્યાં થઈને જતો હતો. તે વખતે રાજાને હાથી કઈ કારણથી પિતાની મેળે થે, કે હેમચંદ્રની તેજસ્વી મૂર્તિ જોઈને રાજાએ પોતે તેને ભા; પરંતુ તે વખતે હેમચંદ્રને રાજની સ્તુતિને એક શ્લોક બોલવાનો પ્રસંગ મળી ગયો. તે શ્લોકની રચનાથી ખુશ થઈ રાજાએ તેમને બપોર પછી પિતાને ત્યાં મળવા બોલાવ્યા.
વળી, માળવા જીતીને રાજા પાછો આવ્યો ત્યારે બધા સંપ્રદાયના આચાર્યો રાજાને અભિનંદન કરવા આવ્યા હતા. તે વખતે હેમચંદ્રાચાય પણ હાજર હતા અને તેમણે પોતાના લેકથી રાજાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગ વિસં. ૧૧૯૧–૨ (ઈ. સ. ૧૧૩૬)માં બ હેવો જોઈએ. આ દરમ્યાન રાજાએ અવન્તીમાં ભજવ્યાકરણ જોયું હતું, અને તે ઉપરથી આગળ જણાવ્યા પ્રમાણે ગુજરાતનું જુદુ
* તે લેકનો ભાવાર્થ આ પ્રમાણે છે. “હે સિદ્ધરાજ ! તારા હસ્તીરાજને નિઃશંકપણે આગળ વધવા દે; (દિશાઓનું રક્ષણ કરનારા) દિગ્ગજો ૧થી ત્રાસ પામશે ખરા, પણ તેથી શું વાંધો છે? કારણ કે આ પૃથ્વીનું વારણ તેં જ કરેલું છે! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org