________________
१७ સોમચંદ્ર ચેડા જ વખતમાં “ત, લક્ષણ અને સાહિત્યમાં પાવર થઈ ગયો.” પરંતુ તેટલાથી તેને સંતોષ ન થયો. તેથી તે ખંભાતથી નીકળીને કાશ્મીર જવા નીકળે. કાશ્મીર તે વખતે વિદ્યાનું મુખ્ય ધામ ગણાતું હતું. પરંતુ એમ કહેવાય છે કે, રસ્તામાં માત્ર તે ધ્યાનમાં બેઠે હતો, ત્યારે તેને બ્રાહ્મી દેવીએ પ્રગટ થઈને જણાવ્યું કે, “તારે આટલા માટે ઠેઠ કાશ્મીર જવાની જરૂર નથી; કારણ કે તને જોઈતું બધું અહીં જ મળી જાશે.” એ બધું ગમે તેમ છે, પણ એટલું તે નક્કી કે, હેમચંદ્રને વિદ્યાભ્યાસ માટે કાશમીર જવાનો વિચાર હતો; પરંતુ અંતે તેમને ગુજરાતમાં જ વિદ્યાપ્રાપ્તિની બધી સગવડ મળી રહી હશે, તેથી એટલે દૂર જવાની જરૂર રહી નહિ હેય. “સિદ્ધહેમ” વ્યાકરણ. લખતી વખતે તેમણે કાશ્મીરથી ખાસ માણસ મોકલીને આઠ વ્યાકરણ મંગાવ્યાં હતાં; અને બિલ્ડણ જેવા કાશ્મીરના કવિઓ તથા “ઉત્સાહ” જેવા કારમીરના પ્રસિદ્ધ વૈયાકરણ અણહિલપુરમાં હતા,
એ બધું ખ્યાલમાં રાખતાં, હેમચંદ્રાચાર્યના વિદ્યાભ્યાસને અને કાશ્મીરને કઈ રીતે કંઈ લેવાદેવા હતી એ સમજી શકાય છે. “કુમારપાલ–પ્રતિબોધમાં જણાવ્યા પ્રમાણે, દીક્ષા લીધા પછી સોમચંદ્ર પિતાનો વખત કઠોર તપસ્યામાં ગાળ્યું હતું, અને ત્યારબાદ થોડા વખતમાં જ તે આખે શાસ્ત્રસમુદ્ર ઓળંગી ગયા હતા. તેમની શરૂઆતની આ યોગસાધના જ તેમની બધી શક્તિઓને વિકસાવવામાં તેમજ એકત્રિત કરવામાં કારણભૂત થઈ, એ તરત જ પછીની તેમની અવંધ્ય પ્રવૃત્તિથી કલ્પી શકાય છે તેમની બુદ્ધિની પ્રખરતા અને તેમના ચારિત્રની તેજવિતા જોઈને, અંતે, તેમના ગુએ તેમને વિસં. ૧૧૬ ૬ (ઈ. સ. ૧૧૧૦)માં ર૧ વર્ષની વયે સૂરિપદે સ્થાપ્યા; અને તેમના ગૌરવર્ણને કારણે તેમનું નામ માત્ર સોમચંદ્ર રાખવાને બદલે હેમચંદ્ર રાખ્યું. તેમને સૂરિપદે સ્થાપવાની વિધિ નાગપુર (નોર) મુકામે થયો હતો. | હેમચંદ્રાચાર્ય સૂરિ થયા બાદ તેમની માતા પાહિણીએ પણ દીક્ષા લીધી. હેમચંદ્ર અણહિલપુરમાં ક્યારે આવ્યા તે નક્કી કરી શકાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org