________________
હેમચંદ્રાચાર્યને જન્મ વિ. સં૦ ૧૧૫ (ઈ. સ. ૧૦૮૯) ની કાર્તિકી પૂર્ણિમાની રાત્રે થયે હતો. તેમના પિતાનું નામ ચર્ચા અને માતાનું નામ પાહિણી હતું. પાહિણી જૈન મતાનુયાયી હતી, અને ચચ્ચ માહેશ્વરી હતો. હેમચંદ્રાચાર્યનું નાનપણનું નામ ચાંગદેવ હતું. હેમચંદ્રાચાર્યના જ સમકાલીન સેમપ્રભસૂરિએ લખેલ “કુમારપાલપ્રતિબેધમાં જણાવ્યા પ્રમાણે (પાન ૨૧) નાનપણથી જ ચાંગદેવને “ધર્મ સિવાય બીજી કઈ બાબતમાં ચેન પડતું નહિ. ચાંગદેવ પાંચેક વર્ષનો થયો તે અરસામાં જ (વિ. સં. ૧૧૫૦ ) “ઠાણવૃત્તિ અને “શાંતિજિનકથા ના લેખક દેવચંદ્રસૂરિ ફરતા ફરતા ધંધુકામાં આવ્યા. એક વખત તેમનું વ્યાખ્યાન પૂરું થયા બાદ ચાંગદેવ તેમની પાસે ગયે અને તેમની પાસે “ભવસમુદ્ર તરવા માટે ચારિત્રકા આપવાની” માગણી કરી. ગુરુએ તેને તેનાં માબાપનું નામ પૂછ્યું. તે વ્યાખ્યાનમાં ચાંગદેવને મામે નેમિ કે જે પણ ચાંગદેવની માતાની જેમ જન મતાનુયાયી હતો. તે હાજર હતા. તેણે દેવચંદ્રને બધી માહિતી આપી. ગુરુએ નેમિને જણાવ્યું કે, આ છેક વિલક્ષણ છે તથા જિજ્ઞાસુ છે, માટે જે તેને પિતા રજા આપે, તે અમે તેને સાથે રાખીએ અને શાસ્ત્રાદિ ભણાવીને પાવર કરીએ. પરંતુ તેના પિતાએ ના પાડી. છતાં ચાંગદેવ તે મામાની ઓથથી દેવચંદ્રની સાથે જ ખંભાત ચાલ્યા આવ્યા અને ત્યાં તેને ખંભાતના મંત્રી ઉદયનના પુત્રો સાથે મૂકવામાં આવ્યું. ત્યારબાદ તેના પિતા ચચ્ચને સમજાવવાના પ્રયત્ન થયા અને અંતે વિ. સં. ૧૧૫૪ (ઈ. સ. ૧૦૯૮)માં ચાંગદેવને દીક્ષા આપવામાં આવી. “પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે ચચ્ચે પિતે જ બધો દીક્ષાવિધિ જાતે હાજર રહીને ઊજવ્યું હતું. દીક્ષા આપ્યા પછી ચાંગદેવનું નામ સેમચંદ્ર પાડવામાં આવ્યું. આ
૧. ઉદયને ચચ્ચને ત્રણ લાખ (સિક્કા જેટલું) ધન આપવા જણાવ્યું પણ ચચ્ચે તેને શિવનિર્માલ્ય જેવું ગણું સ્વીકારવા ના પાડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org