________________
વચ્ચે વિવાદ થયો હતો. સાંખ્યશાસ્ત્રી વાદિસિંહે આવીને અણહિલપુરમાં પડકાર કર્યો, ત્યારે જયસિંહે પિતાના નગરનું નામ ન જાય માટે તેને પડકાર ઝીલવા ગોવિંદાચાર્યને વિનંતિ કરી. તેમણે પિતાના શિષ્ય વીરાચાર્યને મોકલ્યો. તેણે વાદિસિંહને પરાજય કર્યો. એ જ વિરાચાર્યો કમલકીતિ નામના દિગંબર તાકિકને હરાવ્યા હતા. પરંતુ સિદ્ધરાજ તેમ જ કુમારપાલની વખત સુધી પ્રખર વિદ્વાન તરીકે પિતાની સુખ્યાતિ ફેલાવનાર દેવસૂરિ જ હતા. તે મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા. અને મુનિચંદ્રસૂરિ ઉપર જણાવેલા શાંતિસૂરિના શિષ્ય હતા. દેવસૂરિના લખેલા “પ્રમાણુનયતત્ત્વાલક” અને “સ્યાદ્વાદરત્નાકર” ગ્રંથો જેવાથી જણાય છે કે ભાગવત સંપ્રદાયી દેવધે, હેમચંદ્ર પિતે અને યશશ્ચંદ્ર તથા યશોવિજયે તેમની કરેલી પ્રશંસા વાસ્તવિક છે. તેમણે દિગંબર કુમુદચંદ્રને હરાવ્યું, એ ગુજરાતના તાંબરે માટે એક અગત્યની બીના હતી. કારણ કે હેમચંદે જણાવ્યું છે તેમ, દેવસૂરિએ કુમુદચંદ્રને હરાવીને વાદની શરત પ્રમાણે તેને ગુજરાત બહાર કાવ્યો ન હત, તે ગુજરાતમાં કોઈ તાંબર જ ન રહ્યો હોત. દેવસૂરિ વિ. સ. ૧૧૪૩ (એટલે કે ઈ. સ. ૧૦૮૭)માં માહત (અત્યારના પાલનપુર રાજયમાં આવેલા મદહર) ગામમાં જન્મ્યા હતા. ભાગવત સંપ્રદાયી દેવધે અણહિલપુરમાં આવી પડકાર નાખે, ત્યારે છ મહિના સુધી કેઈ તેને જવાબ ન આપી શક્યું. પછી દેવસૂરિએ આવીને તેને મદ ભાગ્યો. જયસિંહના રાજદરબારના પંડિતે વિષે કહેવાય છે કે, બીજા વાદીઓ જ્યાં સુધી જયસિંહદેવની સભામાં આવ્યા નથી, ત્યાં સુધી જ વ્યાકરણ, કાવ્ય, અને તર્કની બાબતમાં તેમને મદ રહે છે. જયસિંહના બહુમાન્ય કવિ શ્રીપાલ વિષે તો એમ કહેવાય છે કે, તે એક દિવસમાં એક મહાપ્રબંધ રચી શકતે. તે સુરદાસ હતો. “ગણુરતનમહોદધિના કર્તા પંડિત વર્ધમાનસૂરિ અને ‘વાટાલંકાર'ના કર્તા વાડ્મટ પણ જયસિંહના રાજ્યકાળમાં થઈ ગયા. * હેમચંદ્રાચાર્યને કેવા વિદ્યાવ્યાસંગી જમાનામાં નામ કાઢવાનું હતું, તે ઉપરના ટૂંક બયાન ઉપરથી કલ્પી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org