________________
રાખીશ.” એ જ સુવિહિત જેમાંના બુદ્ધિસાગરે ૮૦૦૦ શ્લોકનું એક વ્યાકરણ લખ્યું હતું, અને જિનેશ્વરે તર્કશાસ્ત્ર ઉપર એક ગ્રંથ લખ્યો હતે.
અણહિલપુરના એક વખતના મોટા વિદ્વાન શાન્તિસૂરિ હતા. તેમણે ભોજના દરબારમાંથી ધનપાલે મોકલેલા ધર્મને વાદવિવાદમાં હરાવ્યો હતો. તે “વાદિચક્રી ” હતા તેમજ “કવીન્દ્ર પણ હતા. ધનપાલની વિનંતિથી અને ભીમદેવની રજાથી તે ધારામાં ગુજર દેશના પ્રતિનિધિ તરીકે ગયા હતા, અને ત્યાં ભજે, તેમને, જેટલા વાદીઓને હરાવે તેટલા વાદી દીઠ એક લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. તે પ્રમાણે તેમણે ૮૪ વાદીઓને હરાવ્યા હતા; અને ભેજ પાસે વાદિવેતાલ ને ઇલકાબ મેળવ્યો હતો. ભોજે આપેલા રૂપિયા તેમણે મંદિર બંધાવવામાં વાપરી નાખ્યા હતા. “સન્મતિતક ગ્રંથ ઉપરની મોટા ટીકાના કર્તા અભયદેવસૂરિ શાન્તિસૂરિના આચાર્ય હતા. શાંતિસૂરિ બૌદ્ધ તર્કશાસ્ત્ર પણ શીખવતા હતા, અને તે જમાનામાં તે બહુ કઠણ મનાતું હતું. દ્રાવિડ દેશમાંથી પણ એક વાદી વાદવિવાદ કરવા અણુહિલપુર આવ્યું હતું. તેને પણ શાંતિસૂરિએ હરાવ્યું હતું. શાંતિસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ટીકા લખી છે. ભીમદેવ પછી કર્ણના રાજ્ય દરમ્યાન કાશ્મીરી કવિ બિલ્પણ અણહિલપુરમાં આવ્યું હતું. તેણે કર્ણદેવ અને સિદ્ધરાજની માતા મીનલદેવીની પ્રેમકથાનું વસ્તુ લઈ કર્ણસુંદરી નાટિકા લખી છે. કર્ણદેવ વિષ્ણુભક્ત હતા. જેને અંગ ગ્રંથમાંથી નવ અંગેની ટીકા લખનારા “નવાંગીટીકાકાર” અભયદેવસૂરિની પ્રવૃત્તિ કર્ણના રાજકાળના મધ્યભાગ સુધી વ્યાપેલી હતી. આ અભયદેવ અને ઉપર જણાવેલા શાંતિસૂરિના ગુરુ અભયદેવ એ બે
જુદી વ્યક્તિઓ છે. - કર્ણદેવ પછી સિદ્ધરાજના વખતમાં તે અણહિલપુરનું વિદ્યાના મથક તરીકેનું મહત્વ ઘણું જ વધી ગયું. સિદ્ધરાજ પોતે પણ વિદ્વાન હતું. તેના રાજદરબારમાં દિગંબર કુમુદચંદ્ર અને તાંબર દેવસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org