________________
૧૩ જુદાં જુદાં કર્મોના આ
[પાન ૬૮ તથા ૭૩ માટે ] જીવન દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓથી જીવાત્મા જે કર્મો બાંધે છે, તે આઠ પ્રકારનાં છે: ૧. જ્ઞાનાવરણીય, એટલે કે જીવના સ્વાભાવિક જ્ઞાનને આવરણ કરનારાં ર. દર્શનાવરણીય, એટલે જીવની દર્શનશકિતને આવરણ કરનારાં, ૩. વેદનીય, એટલે કે જીવને સુખદુઃખ અનુભવાવનારાં, ૪. મોહનીય, એટલે કે જીવને મોહ પમાડનારાં– મુઠ બનાવનારાં, ૫. આયુધ, એટલે જીવને ભય ધારણ કરાવનારાં; ૬. નામ એટલે કે જીવને વિશિષ્ટિ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત કરાવનાર; ૭. શેત્ર. એટલે કે જીવને ઉચ્ચપણું કે નીચપણું પમાડનારાં; અને ૮. અંતરાય, એટલે કે દેવા-સેવા-ભોગવવા આદિમાં વિઘ્ન કરનારાં.
એ જુદાં જુદાં કર્મ જુદી જુદી પાપપ્રવૃત્તિને લીધે બંધાય છે. તેની વિગત નીચે પ્રમાણે છે.
૧. જ્ઞાનાવરણીય જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ ધારણ કરે; પિતાની પાસે જ્ઞાન કે જ્ઞાનનું સાધન હોવા છતાં બીજો માગે ત્યારે તેને છુપાવવું; એગ્ય અધિકારી મળે તો પણ તેને માત્સર્યબુદ્ધિથી ન આપવું; કેઈ ને જ્ઞાન મેળવવામાં અંતરાય નાખવો; બીજો કઈ જ્ઞાન આપતો હોય ત્યારે તેને શરીર કે વાણીથી નિષેધ કરે; તથા કેઈએ વાજબી કહ્યું હોય, છતાં તેમાં દેષ બતાવે – એ બધાં કારણોથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. ' ર. દર્શનાવરણીય [જ્ઞાનાવરણય મુજબ, દર્શન ગણને.]
૩. વેદનીય : બીજામાં કે પિતામાં દુઃખ શેક, તાપ, આક્રંદ, વધ, અને પરિદેવન વગેરેનાં નિમિત્ત ઉત્પન્ન કરવાથી અસાતવેદનીય
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org