________________
૧૩૬
યોગશાસ્ત્ર ચંપા : એ અંગ દેશની રાજધાની હતી. ભાગલપુર નજીક ગંગા નદી ઉપર આવેલું અત્યારનું ચંપાપુર, એ તેનું અવશેષ
ગણાય છે
કાકંદીઃ ગેરખપુર પાસે નેનવાર સ્ટેશનથી દેઢ માઈલ દૂર આવેલું અત્યારનું ખુનંદા, એ તેનું અવશેષ ગણાય છે. - રાજગૃહઃ એ મગધ દેશની રાજધાની હતી. બિહારથી લગભગ ૧૩ માઈલ દક્ષિણે આવેલું અત્યારનું રાજગિર, એ તેનું અવશેષ ગણાય છે.
મિથિલા : પટણથી ઉત્તરે ૫૦ ગાઉ ઉપર આવેલા અત્યારના સીતામઢીને કેટલાક મિથિલા કહે છે, અને કેટલાક જનકપુરરોડ સ્ટેશનની પૂર્વોત્તર ૨૪ માઈલ ઉપર આવેલા જનકપુરને મિથિલા કહે છે, - કુડપુર : એ જૂના વૈશાલી શહેરના જ એક જિલ્લાનું નામ હતું. પટણથી ૨૭ માઈલ ઉત્તરે આવેલ બસારને જૂના વૈશાલીન અવશેષ માનવામાં આવે છે.
સિંહપુરઃ કાશીથી ત્રણ કેશ દૂર સિંહપુરી છે. હમણું તે નગરી નથી, પણ તદ્દન નાનું ગામડું છે. સારનાથ અને સિંહપુરી બંને પાસે પાસે આવેલાં છે.
ચંદ્રપુર: સિંહપુરીથી ચંદ્રપુરી ચાર ગાઉ દૂર છે. એ પણ અત્યારે નાનું ગામ છે.
* ભદ્દિલપુર: પટણથી દક્ષિણમાં પચાસ ગાઉ ઉપર આ તીર્થ છે. હાલમાં તેને દંતારા (દુતારા) કહે છે.
શયપુરઃ આ સ્થાન શિકહાબાદથી કોશ ઉપર જમના નદીના કાંઠે આવેલું છે. “શૌરિ એ કૃષ્ણનું નામ છે. મથુરા છોડ્યા બાદ કૃષ્ણ દ્વારિકા વસાવ્યું હતું. નેમિનાથનાં પણ બીજે કલ્યાણક દ્વારિકામાં છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. - સંમેતશિખરઃ હજારીબાગ જિલ્લામાં આવેલી અત્યારની પાર્શ્વનાથ-હીલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org