________________
૧૩૨
ગશાસ્ત્ર એક વખત મગધમાં ૧૨ વર્ષને દુકાળ પડ્યો. તે દરમ્યાન સાધુએ શાસ્ત્રજ્ઞાન ભૂલી જવા લાગ્યા. તેથી પાટલિપુત્રમાં તેમને સંધ ભેગે છે અને ત્યાં તેમણે અગિયાર અંગે તે એકઠાં કર્યા; પરંતુ બારમું દષ્ટિવાદ અંગે કોઈ જાણતું ન હોવાથી બાકી રહ્યું. ભદ્રબાહુ જ તે બારમું અંગ જાણતા હતા. પરંતુ તે તે નેપાળમાં મહાપ્રાણુ ધ્યાન સિદ્ધ કરતા હતા; એટલે પાટલિપુત્ર આવી શકે તેમ નહોતું. તેથી સંઘે તેમની પાસે સ્થૂલભદ્ર વગેરે પાંચસે સાધુઓને દષ્ટિવાદ શીખી લાવવા મોકલ્યા. ભદ્રબાહુને વખત બહુ થોડે રહે, તેથી તે ઘણું ભણાવી શકતા નહીં. તેથી બીજા સાધુઓ તે કંટાળીને પાછા ચાલ્યા ગયા; પરંતુ સ્થૂલભદ્ર કાયમ રહ્યા. પિતાનું વ્રત પૂરું થયા બાદ ભદ્રબાહુએ સ્થૂલભદ્રને ૧૪ પૂર્વોમાંથી ૧૦ તે શીખવી દીધાં. તે અરસામાં ભદ્રબાહુ ફરતા ફરતા પાટલિપુત્ર આવી પહોંચ્યા. સ્થૂલભદ્રને પણ આ જાણી તેની બહેન તેને વંદન કરવા આવી અને સ્થૂલભદ્ર ક્યાં છે એમ ભબાહુને પૂછવા લાગી. સ્થૂલભદ્ર પાસેના ઓરડામાં હતા, ત્યાં તેને જવાનું ભદ્રબાહુએ કહ્યું. સ્થૂલભદ્ર પિતે નવી શીખેલી વિદ્યાથી બહેનને આશ્ચર્ય પમાડવા તે વખતે સિંહનું રૂપ ધારણ કર્યું. એરડામાં સ્થૂલભદ્રને બદલે સિંહ જઈ પેલી બહેન ભદ્રબાહુ પાસે પાછી આવી. ત્યારે ભદ્રબાહુએ સાચી વાત જાણી લઈ તેને કહ્યું કે, તે તારે ભાઈ જ છે. એટલે તે પાછી આવી અને પાછું મનુષ્યરૂપ ધારણ કરેલા સ્થૂલભદ્ર સાથે વાત કરવા લાગી. બહેન પાછી ગયા પછી સ્થૂલભદ્ર ભદ્રબાહુ પાસે આગળ શીખવા માટે ગયા. ત્યારે ભદ્રબાહુએ કહ્યું કે, તે તારી વિદ્યાને આ રીતે ઉપયોગ કર્યો, માટે હવે હું તને ભણાવીશ નહીં. કારણકે, પછીના સમયમાં સાધુઓ બહુ જ હસવ થશે તે વખતે તેમના હાથમાં આ બધી વિદ્યાઓ જાય તે ઠીક નહીં. પછીથી, પિતાને હાથે પૂર્વજ્ઞાન લુપ્ત ન થાય તે ઇરાદાથી, બાકીનાં ચાર પૂર્વ તેમણે સ્થૂલભદ્રને શીખવ્યા તો ખરાં, પરંતુ તે બીજા કોઈને શીખવવાની મના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org