________________
૧૧
ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ
[પાન ૫૮ માટે ) ૧. દર્શનપ્રતિમા : એટલે કે સમ્યગ્રતનું એક માસ સુધી સંપૂર્ણ પાલન કરવું. ૨. ત્રપ્રતિમા : એટલે કે બે માસ સુધી અણુતેનું બરાબર પાલન કરવું. ૩. સામાયિક પ્રતિમા : એટલે કે ત્રણ માસ સુધી સામાયિક બરાબર કરવું. ૪. પૌષધપ્રતિમા ઃ એટલે કે આઠમ, ચૌદશ, અમાસ, અને પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ પૌષધવત લેવું અને તેમ ચાર માસ સુધી કરવું. ૫. કાર્યોત્સર્ગ પ્રતિમા : એટલે કે પાંચ મહિના સુધી સ્થિરપણે જિનનું ધ્યાન કરવું, સ્નાન ન કરવું, રાત્રે ભોજન ન કરવું, દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળવું, રાત્રે મર્યાદિત બ્રહ્મચર્ય પાળવું, પિતાના દોષનું નિરીક્ષણ કરવું અને કાકી ન ખોસવી. ૬. અબ્રહ્મવજન પ્રતિમા : એટલે કે છ મહિના સુધી શંગારનો ત્યાગ કર, સ્ત્રીસંબંધને ત્યાગ કરે, તથા સ્ત્રી સાથે અતિપ્રસંગ ન કરવો. છે. સચિત્ત આહાર-વજન-પ્રતિમા : એટલે કે, સજીવ વસ્તુ સાત મહિના સુધી ન ખાવી. ૮. સ્વયં-આરંભ-વજન-પ્રતિમા : એટલે કે આઠ મહિના સુધી કશી સપાપ પ્રકૃત્તિ જાતે ન કરવી. ૯. ભય-પ્રેધ્ય-આરંભવજન-પ્રતિમા : એટલે કે નવ મહિના સુધી નોકર-ચાકર દ્વારા પણ કઈ જાતની સપાપ પ્રવૃત્તિ ન કરાવવી. ૧૦. ઉદ્દિષ્ટ-ભક્ત-વર્જન-પ્રતિમા : એટલે કે પિતાને ઉદ્દેશીને કરેલા ખાનપાન વગેરે પદાર્થને દશ મહિના સુધી ઉપયોગ ન કરવો તથા મુંડ રહેવું અથવા ચોટલી રાખવી. ૧૧. શ્રમણભૂત પ્રતિમા : એટલે કે અગિયાર મહિના સુધી શ્રમણું – સાધુ ' જેવી પ્રવૃત્તિ રાખવી. પછીની દરેક પ્રતિમા વખતે આગળની દરેક પ્રતિમા ચાલુ રહેલી જ ગણવી.
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org