________________
સંગમકની કથા
[પાન ૪૦ માટે) અનાથ સંગમક લેકોનાં વાછરડાં વગેરે ચારીને તથા તેની માતા ધન્યા લેકેને ઘેર કામકાજ કરીને જેમ તેમ ગુજરાન ચલાવતાં હતાં. એક દિવસ કોઈ ઉત્સવ નિમિત્તે ઘેર ઘેર ખીર થતી જેઈ સંગમક પણ ઘેર જઈ મા પાસે ખીર માગવા લાગ્યો. પરંતુ ગરીબ માથી તે ન આપી શકાતાં રડવા લાગ્યું. તેનું દુઃખ જોઈ મા પણ વિલાપ કરવા લાગી. પાડોશીઓને તેની ખબર પડતાં તેઓએ દયા લાવી ધન્યાને દૂધ વગેરે સામગ્રી આપી. તેની તેણે ખીર બનાવી અને એક થાળીમાં થોડીક પીરસીને સંગમકને જમવા બેસાડ્યો; તથા પિતે અંદર કશું લેવા ગઈ તેટલામાં એક મહિનાને ઉપવાસી કઈ સાધુ ત્યાં આવી ચડ્યો અને ભિક્ષા માગવા લાગ્યો. તેને જોઈ સંગમકે પિતાની થાળીમાં પીરસેલી ખીર તેના વાસણમાં ઠાલવી દીધી. તે લઈને સાધુ ચાલ્યા ગયા પછી તેની મા બહાર આવી. તેની થાળી ખાલી થયેલી દેખી તેણે બીજી ખીર તેમાં પીરસી. તે દિવસે અકરાંતિયાપણે ખીર ખાવાથી સંગમક આફરો ચડતાં મરી ગયો. મરતા પહેલાં ભૂખ્યા સાધુને દાન કર્યું હોવાથી તે રાજગૃહમાં ગંભદ્ર શેઠને ત્યાં ભદ્રા શેઠાણીને પેટે જમે. તેનું નામ શાલીભદ્ર પાડવામાં આવ્યું. ગભદ્ર શેઠને ત્યાં અતિ વિપુલ વૈભવ હત; અને શાલીભદ્ર પણ માતાપિતાએ પરણાવેલી ૩૨ પત્નીઓ સાથે વિહાર કરતે હવેલીને સાતમે માળે જ રહેવા લાગ્યું. તેના પિતાના મૃત્યુ પછી તેની માતાએ બધા આર્થિક તેમજ કૌટુંબિક વ્યવહાર ચલાવવા માંડ્યો અને શાલીભદ્રને તેના સુખોપભોગમાં જરા પણ મણું ન આવવા દીધી. એક વખત
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org