________________
८
સગર રાજાની કથા
[પાન ૨૬ માટે]
અયાયાના ચક્રવર્તી રાજા સગરને ૬૦,૦૦૦ પુત્રો હતા. તેમાંને મેાટા જનુકુમાર એક વખત પિતાના દિવ્ય દંડ લઈ, ભાઈ એ સાથે પૃથ્વીપટન કરવા નીકળ્યેા. ક્રૂરતાં કરતાં અષ્ટાપદ પર્વત ઉપર ભરતે કરાવેલું ચૈત્ય જોઈ, તેને વિચાર આભ્યો કે, ભરત જેમ આ ચૈત્યથી અમર થઈ ગયા છે, તેમ આપણે તેની આજુબાજુ અપૂર્વ ખાઈ બનાવીને અમર થઈએ. તેથી તેણે પિતાના દિવ્ય દંડ છૂટા મૂકયો. તે દરે પૃથ્વીને નાગાનાં ભુવન જેટલી ઊંડી ખેાદી નાખી. આથી બધા નાગે જ્વલનપ્રભ નામના પોતાના રાજાને શરણે ગયા. તેણે આવી સગરના પુત્રોને ખૂમ ધમકાવ્યા. પેલાએ ભૂલથી થયેલા અપરાધની ક્ષમા માગી, તેથી તેણે તેમને જવા દીધા. હવે તેમણે વિચાર કર્યાં કે, આટલી ઊંડી ખાઈ ઉધાડી રહેશે તેા કાલક્રમે પુરાઈ જશે. તેથી તેમણે પેલા દંડ વડે ગંગા નદીને ખેંચી આણીને તે ખાઇમાં વાળી દીધી. તેથી નાગલેકાનાં ભુવનેામાં પાણી પેસી ગયું. આ જોઈ નાગરાજ જ્વલનપ્રભે ગુસ્સે થઈ તે ૬૦,૦૦૦ પુત્રોને બાળી નાખ્યા. સગરરાજાને તે ખબર મળતાં, દુઃખથી અભિભૂત થઈ, તેણે જન્નુના પુત્ર ભગીરથને ગાદીએ બેસાડી અજિતનાથ પાસે પ્રત્રજ્યા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org