________________
૧૨૮
ગશાસ્ત્ર કઈ વેપારી રાજગૃહમાં શ્રેણિક રાજા પાસે “રત્નકંબલ' લઈને આવ્યા; પરંતુ તેમની કિંમત વધારે હોવાથી રાજાએ તે ન લીધા. પછી ભદ્રા શેઠાણુને તે બતાવતાં તેણે તે બધા રત્નકંબલે ખરીદી લીધા. ત્યાર બાદ ચેલ્લણ રાણીએ પિતાને માટે ગમે તે મૂલ્ય પણ એક રત્નકંબલ ખરીદવાને રાજાને આગ્રહ કર્યો. રાજાએ તે વેપારીઓને પાછા બોલાવતાં તેમણે કહ્યું કે, તે બધા કંબલે તે ભદ્રાશેઠાણીએ ખરીદી લીધા છે. એટલે રાજાએ કિંમત આપી એક કંબલ ખરીદવા માટે પિતાના માણસને ભદ્રા પાસે મોકલ્યો. ત્યારે ભદ્રાએ કહ્યું કે, મારા પુત્રની સ્ત્રીઓનાં પગલૂછણિયાં કરવા માટે તે કંબલના તે મેં નાના ટુકડા કરાવી દીધા છે! આવાં ધનાઢ્ય માણસો પોતાના રાજયમાં છે એ જાણી, શ્રેણિક રાજાને અતિ આનંદ થયો; અને ભદ્રાના ઘરને વૈભવ જાતે જેવા તે એક દિવસ તેને મહેલે ગયે. ભદ્રાએ ચોથા માળ ઉપર તેને બેસાડી તેની બહુ બરદાસ કરી. પછી, રાજા ઘેર મળવા આવ્યા છે, એમ કહી ભદ્રાએ શાલીભદ્રને નીચે તેડાવ્યું. ત્યારે તેને વિચાર આવ્યું કે, મારે આ પરાધીનતા શી? મારે તે એવું સુખ જોઈએ, કે જેમાં કેઈની તાબેદારી ઉઠાવવાની ન હોય. તે નામને રાજા પાસે આવ્યો અને આવીને તરત જ ઉપર પાછો ચાલ્યો ગયો. પણ તેના મનમાં એ વાતને ડંખ રહી ગયો. એક દિવસ ધમણ નામના મુનિ રાજગૃહમાં આવી પહોંચ્યા. તેમની વાત સાંભળી શાલીભદ્ર તેમને મળવા ગયે; અને તેમને પૂછ્યું કે, એવું શું કરીએ તે પિતાને કઈ ઉપરી ન રહે? ત્યારે તેમણે તેને કહ્યું કે, દીક્ષા લઈને સાધુ થનારને કોઈ ઉપરી નથી રહેતું. એટલે શાલીભદ્ર પિતાની માને આવીને તે વાત કરી. ત્યારે તેની માએ તેને સમજાવીને કહ્યું કે, તારે વિચાર સારે છે; પરંતુ બધી વસ્તુને ત્યાગ એકદમ કરવા જઈશ તે તું દુ:ખી થઈશ; માટે રેજ ડી ડી વસ્તુઓને ત્યાગ કરી તું ટેવાતો જા. એટલે શાલીભદ્દે રોજ રોજ એક એક પથારી અને એક એક સ્ત્રી તજવાનો નિશ્ચય કર્યો. શાલીભદ્રની નાની બહેન તે જ ગામમાં પરણાવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org